વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 60 guests and no members online

મદદ

 


 



રમુજ

એક પોલીસવાળાએ પોતાના મિત્રને કહયું , સ્ત્રીઓ ગાડી એટલા માટે ધીમી ચલાવે છે કે દુઘર્ટના ન થાય .કારણ કે દુઘર્ટના થાય તો એની સાચી ઉંમર અખબારમાં છપાઈ જાય.

ડિસેમ્બર 2012

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સુખ તો ઉછાંછળું નિતાંત મળ્યું,
ભાગ્યમાં દુ:ખ પીઢ ને શાંત મળ્યું,

કોરી ધાકોડ રહી આંખ અને --,
ભીતરે જીવતરનું એકાંત મળ્યું,

ક્ષણ બે ક્ષણનો જ હતો સાથ છતાં,
જીવવાનું બળ આમરણાંત મળ્યું,

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

માણસ છે એ જીભાજોડી તો કરવાનો!
એકલપંડી જિવ્હાથી થોડી રમવાનો?

ધારીલો કે મેં ધારા ધોરણ તોડ્યા છે!
ને જો તોડ્યા છે તો કોનાથી ડરવાનો?

પ્રેમી પાગલ થઈ બેઠો છે ઘરની સામે
ને દરવાજે ઊભા થાકેલા દરવાનો!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

કોઇપણ કારણ વિના ચાલો મળીને જોઇએ,
દૂધમાં સાકર ભળે એમજ ભળીને જોઇએ.

જિન્દગાનીમાં કશે નફરત સમું દેખાય છે,
ચલ પ્રણયમાં આપણે પણ ઓગળીને જોઇએ.


સૂર્ય સળગીને જગત પર રાજ કરતો હોય છે,
આપણે પણ મીણ માફક પીગળીને જોઇએ.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ધબકારા છે ઉપ્પર - ઉપ્પર,
ભીતર ભીતર પથ્થર- પથ્થર !

ઉજળાં તન ને ઉજળાં વસ્તર,
મન તો કાળું ભમ્મર - ભમ્મર !

ભેટી પડવા તત્પર- તત્પર,
હાથે - હાથે ખંજર - ખંજર !

હણહણવાંની રમત્યું રમતાં,
મ્હોરા પ્હેરી ખચ્ચર - ખચ્ચર !

ખોટી વાત્યું બોદી બોલે,
સાચો પડઘો નક્કર- નક્કર !

દીધેલું જ મળે છે પાછું ,
ધરતી ફરતી ચક્કર - ચક્કર !

ટીપું ઝેર નિહાળી શોધે ,
ક્યાં છે ? ક્યાં છે ? શંકર - શંકર ?
- મેહુલ એ ભટ્ટ , આદિપૂર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

આ આંખ અશ્રુ ધાર છે
ભીના કફનના તાર છે
ને મૌનની દીવાર છે
ક્યાં તે  હવે રણકાર છે
આ  આખરી દીદાર છે

દિલ મોત પર તારા રડે
ને અશ્રુનાં   જામો ભરે
બસ યાદના  દીપક જલે
જો મોતનો અસવાર છે
આઆખરી દીદાર છે

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries