આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
માનુંછું કે
સંબંધો કરીબના જરૂરી હોય છે.
પરંતુ
પ્રસંગોપાત એમાંય
દુરાવો જરૂરી હોય છે.
કબૂલ કે સુખની ભૂખ હોય છે.
પણ દિવસ-રાતની જેમ
દુખનું હોવું પણ જરૂરી હોય છે.
મંજિલ સાવ પાસેજ હોય તેવું કેમ?
ને રસ્તો પણ સીધો ને સપાટ કેમ?
સફરમાં બે-ત્રણ ઠોકરોનું હોવું જરૂરી હોય છે.
દૉસ્તૉની મહેફિલ ને માણનારા
ન ભૂલો કે એમા હિત શત્રુઓનું પણ
હોવું જરૂરી હોય છે.
માણસોના ટોળેટોળા એકમેકને હળે-મળે
ક્યારેક નિજ સાથે પણ પોતાનું
મળવું જરૂરી હોય છે.
ઝાકઝમાળ ને સુખ-સાધન
જેવી રીતે જરૂરી હોયછે
નિતીમત્તા ને સાદગી પણ
તેવી રીતે જરૂરી હોય છે.
પ્રસાદ આર. માહુલીકર
-
કનૈયાલાલ મુનશીZazi.com © 2009 . All right reserved |
Read more...