આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કૃષ્ણ ને તારામાં મોટો ફેર છે ,
શક્ય છે કે એ મળે, પણ તું નહીં .
કૃષ્ણ ને તારામાં મોટો ફેર છે ,
પ્રેમપૂર્વક એ છળે, પણ તું નહીં.
કૃષ્ણ ને તારામાં મોટો ફેર છે ,
આંસુ દેખી એ ગળે, પણ તું નહીં.
કૃષ્ણ ને તારામાં મોટો ફેર છે ,
જઇને એ પાછા વળે, પણ તું નહીં.
-મેહુલ એ. ભટ્ટ,૧૭.૧૧.૨૦૧૨ આદિપુર (કચ્છ)
મુકદ્દરની લકીરો પણ હતી આડી જરા કળમાં,
અમારી પ્યાસ પણ છીપી નહીં, રે’વાં છતાં જળમાં
અમે દર્દો વિના કૈં પણ અહીં વ્હેંચી નહીં શક્યાં,
અમારી જિંદગી પૂરી થઈ રંગીન સહુ છળમાં
માનુંછું કે
સંબંધો કરીબના જરૂરી હોય છે.
પરંતુ
પ્રસંગોપાત એમાંય
દુરાવો જરૂરી હોય છે.
કબૂલ કે સુખની ભૂખ હોય છે.
પણ દિવસ-રાતની જેમ
દુખનું હોવું પણ જરૂરી હોય છે.
મંજિલ સાવ પાસેજ હોય તેવું કેમ?
ને રસ્તો પણ સીધો ને સપાટ કેમ?
સફરમાં બે-ત્રણ ઠોકરોનું હોવું જરૂરી હોય છે.
દૉસ્તૉની મહેફિલ ને માણનારા
ન ભૂલો કે એમા હિત શત્રુઓનું પણ
હોવું જરૂરી હોય છે.
તિપટના પ્રાંગણે સંસ્કૃતિની યાદો...
ચણે મોતીડા આંગણે એ મોરલાની યાદો...
થાતી રહે પ્રદક્ષિણા તુલસીની યાદો...
પ્રેમધાગા સુતરના જોઉ વડલે યાદો...
આસોપાલવના લીલા તોરણોની યાદો...
ને લીપેલા આંગણે રંગોળીઓની યાદો...
મંદિરના ઘંટનાદે આરતીની પ્રગટે યાદો..
ઝળહળતી દીવડીઓના તારલાની યાદો...
રેખા શુક્લ(શિકાગો)
-
નિરંજન ભગતZazi.com © 2009 . All right reserved | Feed Entries |