આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
તણખા વગરની જીંદગી
માળા વગરની જીંદગી.
ભૂગોળમાં ક્યાંથી જડે?
નકશા વગરની જીંદગી.
સૂરજ પણા થાકી જશે,
સંધ્યા વગરની જીંદગી.
વેરાન રણ ફેલાયલું,
ઘટના વગરની જીંદગી.
છે ઝાંઝવાની ગોદમાં
મમતા વગરની જીંદગી.
મૂંગો બિચારો શું વદે
પડઘા વગરની જીંદગી
ભટકી રહી ચારો તરફ,
રસ્તા વગરની જીંદગી.
ઊંઘ્યા કરે બેચેન થૈ
સપના વગરની જીંદગી.
એને સુરાની શી ખબર,
તૃષા વગરની જીંદગી.
કેદી બની કો’પાંજરે,
ટહુકા વગરની જીંદગી.
જીવાય એ કૈ રીતના,
ચે’રા વગરની જીંદગી.
ક્યાં ચાંપશે અગ્નિ વફા
તિનકા વગરની જીંદગી
...મુહમ્મદઅલી વફા, ટોરન્ટો, કેનેડા
-
શ્રી અરવિંદZazi.com © 2009 . All right reserved |
Read more...