આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે
ઝાંખી થયેલી મેંદીનો ઈતિહાસ છે.
સૂના પડ્યા છે ટેરવે વસતા નગર
લકવો પડેલા સ્પર્શ તો ચોપાસ છે.
ભગવી ધજાને ફરફરાવે એ રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સંન્યાસ છે.
ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે
બંને તરફ સરખો વિરોધાભાસ છે.
પાંખો મળી પણ જાત માણસની મળી
'આકાશ'માં પણ ધરતીનો સહવાસ છે.
...આકાશ ઠક્કર , કોલંબસ, ઓહાયો
-
દયાનંદ સરસ્વતીZazi.com © 2009 . All right reserved |
Read more...