આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આપણે એ પ્યાર ક્યાંથીલાવીએ
વેદનાનો ભાર ક્યાંથી લાવીએ
તૂટવાનો એ હતો તૂટી ગયો,
લાગણીનો તાર ક્યાંથીલાવીએ
મેં કહી દીધું સરળ શબ્દો મહીં,
સૂરનો સંસાર ક્યાંથીલાવીએ
નિજ તણી અગ્નિ થકી સળગી જશે,
દિલ મહીં અંગાર ક્યાંથીલાવીએ
છે ગનીમત છાપરું આકાશનું,
રણ મહીં ઘરબાર ક્યાંથી લાવીએ
આપલે શબ્દોની છે એ ઠીક છે,
ઠોસ તે ઇકરાર ક્યાંથી લાવીએ
જે વફા મળ્યું મુકદ્દરથી હતું,
આશનું નવ દ્વાર ક્યાંથી લાવીએ
...મુહમ્મદઅલી વફા, ટોરન્ટો, કેનેડા
-
કવિ ન્હાનાલાલZazi.com © 2009 . All right reserved |
Read more...