આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જો તપાવીને, ગળું એવો નથી
કેવી રીતે હું હવાને ના કહું?
ભેજ છું બાકી ભળું એવો નથી
પાપ મેં પણ એક કર્યું છે સખી
બાકી કોઈથી ડરું એવો નથી
દોસ્તી શું રાખવાની નામની?
હું બધાને તો ગમું એવો નથી
રાહ શું જોયા કરો છો દુશ્મનો
જીવવાનો છું, મરું એવો નથી
દાખલો મેં મારો આપી જોયો છે
ખોટું ઝાઝી હું કરું એવો નથી...........ચિરાગ ઝા “ઝાઝી”
-
આનંદશંકર ધ્રુવZazi.com © 2009 . All right reserved |
Read more...