આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સહમત નથી, પણ થવું પડશે, તું સાચી છે
આ માનવું મારું છે, ગમશે?, તું સાચી છે
આ તો થઈ રોજની વાત ક્યાં છે નવું
તારી હા, તો મારી ના નડશે,તું સાચી છે
ફરિયાદના ઢગલા આપ્યા છે મેં તે છતાં
તારી સહનશીલતા વરશે, તું સાચી છે
તકદીર તારી ને મારી થઈ બે ગણી
આ ચાંદ તારા ઘરે રમશે, તું સાચી છે
એ યાદ કર આપણી એ મુલાકાત ને
ઝાઝી બધું સારું થઈ વળશે, તું સાચી છે…...ચિરાગ ઝા “ઝાઝી”
(છંદ : ગાગાલગા ગાલગા ગાલગા ગાલગા)
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
Read more...