આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ત્રિઅંકી આ નાટકના, પાત્ર-પ્રેક્ષક હું ને તું ...
પડદા પર તું ને હું, તોયે અંદર-બહાર તું ને તું
ચલને હોડી લઈને દરિયે..સોનેરી રેતીમાં નામ લખીએ હું ને તું...
હિપ્નોટાઇઝ કરે તારલાની આંખો..હમ-તુમ હમ-તુમ..
ચશ્માં પેહરી ચાંદ બોલે ગુજરાતી કાલુ-કાલુ ..હું ને તું..
હા, કરું છું પ્રેમ ભાષા-પ્રેમીને..ખુશ છું ને કે ગુજરાતી છું..હું ને તું..
ચલને ઘાસના ગાલીચે ઉંચે..ટેકરા પરથી....હું ને તું
ધડ્બડ ધડબડ બસ દોડીએ ..હું ને તું..
પડીએ તો ય હસતા-હસતા ગબડીએ હું ને તું..
ના શરમ ના પરવા પડવાની, હાથમાં ને હાથમાં હું ને તું..
હસતા-હસતા ચુમી લે તું, શરમાવી દે મુજને તું...
ચીંધે આંગળી.., પાળે બ્રેડ ખાતા પારેવડાં જોઈ.....હું ને તું
-
ભગવાન બુધ્ધ.Zazi.com © 2009 . All right reserved | Feed Entries |