આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સંધ્યા ઢળે ને આપણે મળતાં રહીશું દોસ્ત,
પીળું થતાં આ પાંદડું ખરતા રહીશું દોસ્ત.
મળશે કદી કો યાદ મીઠી સુની મંઝીલે,
અશ્રુ બની આંખો થકી ઢળતા રહીશું દોસ્ત.
મેળાવડો તો એ હશે બે ચાર દિનનો બસ,
ને તે પછી સ્મરણ ખરલ ઘસતા રહીશું દોસ્ત.
હા એ બને અંતર સંબંધોમાં વધી પણ જાયે,
તો એક બીજાને જરા ખણતા રહીશું દોસ્ત.
એ હૂંફ નો દીવો વફા શાયદ નહીં સળગે બને,
તોયે નવા કૈં આગિયા જણતા રહીશું દોસ્ત.
મુહમ્મદઅલી વફા, બ્રામ્પ્ટન, ઓન્ટારીઓ
-
મહાભારતZazi.com © 2009 . All right reserved |
Read more...