આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જળથી પ્રવાહી શું હોઈ શકે?
લોહી માં જાણે તું હોઈ શકે
છે માત્ર આવાગમન તારું ને
હાંફી જવામાં હું હોઈ શકે
રોકી ને રાખો નજરના શબદ
આ નજરોમાં પણ કું હોઈ શકે
આજે થયો તારો અનુભવ મને
આજે હું, કાલે બું હોઈ શકે
આ ખંજવાળુ વિચારી તને
ને માથે કોઈ જું હોઈ શકે
હું તો મને આમ પણ ઓળખું
રુસવા માં ઝાઝી મું હોઈ શકે......
( છંદ: ગાગાલગા ગાલગાગા લગા )
-
ધૂમકેતુZazi.com © 2009 . All right reserved |
Read more...