આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
એકલા ચાલવું આ ગઝલ ના બને
લઈ બધું રાખવું આ ગઝલ ના બને
હોય જો સાથ આ કાફલા નો પછી
દૂર જઈ રાચવું આ ગઝલ ના બને
ચાલવું લઈ નિશાની કરો અનુગમન
કાફિયા આંકવું આ ગઝલ ના બને
આ કવાયત છે દોસ્તો, છે તાલીમ પણ
ધર્મથી ભાગવું આ ગઝલ ના બને
તાપ, દળદળ ને રણદ્વીપ મળતું રહે
અધવચ્ચે છોડવું આ ગઝલ ના બને
(છંદ :ગાલગા ગાલગા ગાલગા ગાલગા)
-
શ્રી અરવિંદZazi.com © 2009 . All right reserved |
Read more...