આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
બે-ચાર બૂંદને તમે સરવર કરી જુઓ,
ઘટના હશે તળાવ, પણ પર્વત કરી જુઓ.
દૃશ્યો ઉપર લગામ ક્યાં સંભવ છે દોસ્તો,
જાતે જ આંખને તમે કરવત કરી જુઓ.
ભૂલી શકાય ના અહીં વીતી ગયો સમય,
બે-ચાર શ્વાસની ભલે કસરત કરી જુઓ.
ગુજરી ગયેલ વૃક્ષનું તર્પણ થઈ જશે,
પંખી થઈને ડાળ પર કલરવ કરી જુઓ.
‘ચાતક’ના ઈંતજારને મંઝિલ બતાવવા,
ખામોશ આંગણે કદી પગરવ કરી જુઓ.
લોસ અૅન્જલસ , યુ. એસ. એ.
નોંધ – મિત્રો, મીતિક્ષા.કોમ (http://www.mitixa.com ) પર પ્રસિદ્ધ થનાર આ પ૦૦મી પોસ્ટ છે અને દક્ષેશભાઈની આ ૧૦૦મી ગઝલ છે.
-
સ્વામી વિવેકાનંદ સ્વામીZazi.com © 2009 . All right reserved |
Read more...