આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
શબ ચાદર રંગારો ખોળ્યાની વાતો થઈ
અંધક ને ઘર દીવો દાઝ્યાની વાતો થઈ
રેતીના ઢગલા પર થોડું પાણી રેડ્યું
જાણે આખો દરિયો ઢોળ્યાની વાતો થઈ
મૂઠીમાં રૂંધાતા પાંખોનાં સપનાઓ
ને ફડફડના સંયમ તૂટ્યાની વાતો થઈ
ઊડીને બેઠું લો અફવાનું ગરજાડું
તો કૂવાનાં પાણી ખૂટ્યાની વાતો થઈ
બળબળતાં સગપણનાં ખુલ્લા મેદાનોમાં
યાદોના ગર ઠૂંઠા સળગ્યાની વાતો થઈ
ગરજાડું = ગીધ
(ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા)
- ચિરાગ ઝા “ઝાઝી”
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
Comments
ને ફડફડના સંયમ તૂટ્યાની વાતો થઈ...
બહુજ સરસ રચના...ફરી ફરીને વાંચી ને ફરીવાર પણ એટલી જ ગમી..!!