વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 99 guests and no members online

મદદ

 


 



રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અમારા રકતથી નહાતું નગર મળે નમળે.
ચીરાયેલાં ગરીબોના જિગર મળેન મળે.

નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની
પછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે.

જઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકાં
પછી કો શાયરનો આવો  હસર મળે ન મળે.

હવે કાંકળિયે ફવ્વારા ખૂન ના રોપો
બને વણજાર ની કોઈ  નજર મળે ન મળે.

જલાવો સાબરમતીને કયાંક રોકીને
પછી એ રામના નામની  અસર મળે ન મળે.

ભરી લીધું વતનની રેતથી તમે માથું
પછી ‘આદિલ’કદી એવું  નગર મળે ન મળે.

‘વફા’વતન ની મહોબ્બત હિસ્સો ઈમાન તણો
ફરી પાછી અમોને રંગીન કદર મળે ન મળે.

બ્રામ્પટન , ઓન્ટારીઓ, કેનડા


 

Comments  

Rekha Shukla
# Rekha Shukla 2011-12-17 19:47
હવે કાંકળિયે ફવ્વારા ખૂન ના રોપો
બને વણજાર ની કોઈ નજર મળે ન મળે...

જલાવો સાબરમતીને કયાંક રોકીને
પછી એ રામના નામની અસર મળે ન મળે.

મારે જાવું કાંકરિયા તળાવ જોવા મારે જાવું ઝિલણિયા તળાવ જોવા...વહુ તમે ના જશો લશ્કર પડ્યો છે ભાદર ગામનો રે લોલ..

શું આજ સાબરમતી ને આજ કાંકરિયા તળાવની આવી વાતો..!!
Zazi.com © 2009 . All right reserved