Print
Parent Category: યાયાવર
Category: ડિસેમ્બર 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


(ચિત્ર : રેખા શુકલ)


ઉગતા સુરજની લાલીમાં મરડે તું આળસ ને
રણકે એક ઝાંઝરીનો રણકાર...

ગગનને ચુમવા તારા અધરોનુ સ્મિત ને
ઘાઘરીની ઘુઘરીઓ નો રણકાર....

વક્ષ પરથી ઢળી પડેલા છેડલાને સંકોરવા
બેબાકળા તારા કંગનનો રણકાર...

અર્ધનયને મળી નજરું ને પછી શરમાઈ ગઈ
ઉજાગરાથી રાતી આંખો ઘાયલ મુજને કરી ગઈ...

મોગરાના ફુલની ચીમળાયેલી કળીઓની
મહેંક મારી સાંસમાં ભરી ગઈ...

ઝીણાં વણાંકની ગેહરી મેંદીને લાલ ચટક બિંદી
સોનેરી તું તો મને જ રંગી ગઈ....


રેખા શુકલ(શિકાગો)