આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કસર તો હોય છે અહિં ખુદા ની પણ કરામત મા
દુનિયા નહિ પણ મને એવું માણસ જોઈને લાગ્યું
મારી જેમ સૌંદર્ય નો ચોક્કસ છે એ દિવાનો
માણસ નહિ પણ મને એવું દુનિયા જોઈને લાગ્યું
ખુદાની જ રહેમ છે તારી ભાગદોડ ઓ માનવી
વરસાદ નહિ પણ મને એવું દુનિયા જોઈને લાગ્યું
દૂર છે પણ પ્રેમ છે ચોક્કસ આભ અને ધરા વચ્ચે
વાદળ નહિ પણ મને એવુ વરસાદ જોઈને લાગ્યું
થઈ શકે છે પત્થર માં અહિ ભગવાન પણ કેદ
મંદિર નહિ પણ મને એવું મૂરત જોઈ ને લાગ્યું
જે પાસે છે એને જ તુ શોધી રહ્યો છે ચોતરફ
મૂરત નહિ પણ મને એવું મંદિર જોઈ ને લાગ્યું
સાકાર થયુ સપનું એક તો લાખ સામે તૂટ્યા હશે
ચાંદો નહિ પણ મને એવું તારા જોઈ ને લાગ્યું
પ્રયત્ન ના વ્યર્થ જશે "મીત" રાખજે તુ ઊંચી નેમ
તારા નહિ પણ મને એવું ચાંદો જોઈ ને લાગ્યું
રાકેશ મોદી "મીત"
કનેક્ટીક્ટ, યુએસએ
-
કવિ કાલીદાસZazi.com © 2009 . All right reserved |
Comments
વાદળ નહિ પણ મને એવુ વરસાદ જોઈને લાગ્યું
થઈ શકે છે પત્થર માં અહિ ભગવાન પણ કેદ
મંદિર નહિ પણ મને એવું મૂરત જોઈ ને લાગ્યું..
સરસ...વાતની સ..રસ રચના..