આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ફૂલને ચોરતા આવડ્યું જોઈ લો
બાગને ચૂંથતા આવડ્યું જોઈ લો
નામ લઈ તારુ લોકો તમાશો કરે
નિયમો તોડતા આવડ્યું જોઈ લો
આમ પણ જાતની ગોઠવણ થાય છે
જાતને વેચતા આવડ્યું જોઈ લો
આજ તો માંગણી ભરબજારે કરું
અગવડે ઘેરતા આવડ્યું જોઈ લો
બોલ “ઝાઝી” તને કેમ અચરજ થયું
રંકને બોલતા આવડ્યું જોઈ લો
છંદ :ગાલગા ગાલગા ગાલગા ગાલગા
મુતદારિક ( ફાઈલુન ફાઈલુન ફાઈલુન ફાઈલુન )
-
શ્રી અરવિંદZazi.com © 2009 . All right reserved |
Comments
આમ પણ જાતની ગોઠવણ થાય છે જાતને વેચતા આવડ્યું જોઈ લો...bahot khub Chiragbhai..!!