આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જિંદગીના જામ એતો કાચનાં મકાન
આપણા સૌ ગામ એતો કાચનાં મકાન
ઝાંઝવા કાંઠે તુ કયાં ભૂલો પડયો ભલા
તૃષાને દે લગામ એતો કાચના, મકાન.
સંશયની કાંકરીથી તૂટી એ જશે
કાળજાના ધામ એતો કાચનાં મકાન.
સમયની આંધી ઉડાવી રેત એ જશે
આ તમારા નામ એતો કાચનાં મકાન.
ક્યાં સુધી મુઠ્ઠી મહીં એ રેત થામશો
છોડ મમતની હામ એતો કાચનાં મકાન.
બાગમાં તારા સમયની વેલ હંગામી
બોલાશે પછી રામ એતો કાચનાં મકાન.
કોઇના પણ ઘર ઉપર પથ્થર નહીં ફેંકો
આપણા યે ધામ એતો કાચનાં મકાન.
આંગળીની ખીંટ થી નિશ્ચે સરી જશે
દિલ વગરના કામ એતો કાચનાં મકાન.
હૈયાંને વેચવા ‘કોઇ ભરતું હશે બજાર,
એનાતો કેવાં દામ એતો કાચનાં મકાન.
બ્રામ્પટન , ઓન્ટારીઓ, કેનડા
-
સ્વામી વિવેકાનંદZazi.com © 2009 . All right reserved |
Read more...