આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સંબંધોના રહસ્યોની ગાંઠ ખોલતી ગઈ...
મા'ણા ના તાંતણા ને વલોપાત ના જાળા...!!!
હલાવ્યા હાથપગ ને સગપણ નીકળી પડયા..
આળસ મરડીને બેઠાં થયા ત્યાં ભણતર પુરા થયા..!!
ઝાંઝવાના જળ ને માયા-જાળના તંતુ વધ્યા...
રુંધાતા જીવડાને અક્ષરજ્ઞાન ને ચિત્રજ્ઞાન થયા...!!
હોળી ન રમી કે ન કરી દિવાળીને ગુજરાતી થયા...
ઘરે આવી માંડયા પગલાં ને પરદેશી થયા...!!
પડ્યા માંદા વર્ષો વિતતા તો અળખામણા થયા..
મર્યા નહીં ને સાજાય નહીં તો અભાગિયા થયા...!!
વહી જાય જીન્દગી ને બસ આવરદા પુરી થાય..
થાવાનું બધું થાય હવે વલોપાત કદી ન થાય...!!
રેખા શુકલ(શિકાગો)
-
આનંદશંકર ધ્રુવZazi.com © 2009 . All right reserved |
Read more...