આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જાત આખ્ખી વેંચવી છે, લાગણીના નામ પર
મુલ્ય એનું લાગણી છે, લાગણીના નામ પર
એમની અનુપસ્થિતિ, સંજોગને આધિન છે
યાદ એથી સાચવી છે, લાગણીના નામ પર
શું ગુમાવ્યું? મેળવ્યું શું? માંડવો હિસાબ ક્યાં?
બસ ક્ષણોને માણવી છે, લાગણીના નામ પર
ઝાંઝવાની જાત તોય પ્યાસ બુઝાવી શકું
છુપી ભીતર એક નદી છે, લાગણીના નામ પર
ના પરાયું કોઈ અહી, લાગે સ્વજનો સઘળાં જનો
જિંદગી આ અવતરી છે, લાગણીના નામ પર
કિંજ્લ્ક વૈદ્ય
ભુજ, કચ્છ, ગુજરાત, ભારત
-
ગુરુ રામદાસZazi.com © 2009 . All right reserved |
Read more...