આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કયાંક પક્ષીએ માળામાં ગુંથી કવિતા
વૃક્ષોની આ ડાળ ડાળ પર ફુટિ કવિતા
સવાર સાંજ થૈ પવન લહેરાઈ કવિતા
કિરણો થૈ સુરજનિ લાલ પથરાઈ કવિતા
રાત થૈ ને બનિ ચાંદની ફેલાઈ કવિતા
નિંદર માં યે સપનું થૈને આવિ કવિતા
પ્રસાદ આર. માહુલીકર
મણીનગર , અમદાવાદ
ગુજરાતી છંદ ની સમજ માટે નીચેના બે ડૉક્યુમેન્ટ જોઈ જવા વિનંતી.
વધુ માહિતી અને વિગત માટે નીચેની લિંક પર ક્લીક કરો.
છંદ પ્રકાર : હાશિમ બિન યુસુફ ભરૂચા “ઝાર” રાંદેરી(શાઇરી ભા,1-2) -
આભાર : મોહમ્મદઅલી ભૈડુ'વફા'
જિંદગીના જામ એતો કાચનાં મકાન
આપણા સૌ ગામ એતો કાચનાં મકાન
ઝાંઝવા કાંઠે તુ કયાં ભૂલો પડયો ભલા
તૃષાને દે લગામ એતો કાચના, મકાન.
સંશયની કાંકરીથી તૂટી એ જશે
કાળજાના ધામ એતો કાચનાં મકાન.
સમયની આંધી ઉડાવી રેત એ જશે
આ તમારા નામ એતો કાચનાં મકાન.
ફૂલને ચોરતા આવડ્યું જોઈ લો
બાગને ચૂંથતા આવડ્યું જોઈ લો
નામ લઈ તારુ લોકો તમાશો કરે
નિયમો તોડતા આવડ્યું જોઈ લો
ચારેકોર લાગણીઓના વમળ,
કોઈ પ્રેમરૂપી કિનારો જણાતો કેમ નથી...??
ઘૂમી રહી છું ગલીઓ ગલીઓ,
એનો ઓળો હજી મને દેખાતો કેમ નથી....??
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
![]() |