આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ભેદ ભૂંસી નાખ તું, આજ નો ને કાલનો
રાખ ના હિસાબ તું, આજ નો ને કાલનો
માનવી છે આખરે, સ્વાર્થ તો એ રાખશે
આળના લગાવ તું, આજ નો ને કાલનો
આજ એ લજ્જાય છે, રોજ ફરતાં સાથ જે
પૂછના આ રાઝ તું, આજ નો ને કાલનો
ક્ષણ મિલનની માણ તું, આજ જે નસિબ થૈ
ત્યાગી દે વિચાર તું, આજ નો ને કાલ નો
ચાલતી રહેશે આમ, આજ કાલની રમત
છોડ આ વિવાદ તું, આજ નો ને કાલનો
કિંજ્લ્ક વૈદ્ય
ભુજ, કચ્છ, ગુજરાત, ભારત
-
રામકૃષ્ણ પરમહંસZazi.com © 2009 . All right reserved |
Read more...