આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પાનુ ફરે તે પહેલા વાતને સમજી લો
રવિ ઉગે તે પહેલા રાતને સમજી લો
ઈચ્છાઓનું કોલાજ બેકાબુ બની જશે
મનગમતી બે ત્રણ ભાતને સમજી લો
ભડકે બળશે લાશ રાખ થઈ ઉડી જશે
થોડ્યા બચ્યા દિન જાતને સમજી લો
નથી દેખાતું છતાં અનુભવ કરી શકો
જીદ્દિ નાન્યતરની લાતને સમજી લો
“ઝાઝી” આવી બેસ સાંભળ મારી વાત
અંત આવે ત્યારે શરુઆતને સમજી લો
-
શ્રી રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved |
Comments
થોડ્યા બચ્યા દિન જાતને સમજી લો...
saral ane sachot vaat...khub saras teni rajuaat...!!!