આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ઈશ્વરને આપણી વચ્ચે જે અંતરો છે
દિલને દિમાગ વચ્ચેના મતમતાંતરો છે
શ્રધ્ધાની શકિત જોવા આ દાખલો છે પુરતો
આરોપવાથી પળમાં પૂજાય પથ્થરો છે
મુસિબતોની સેનના સૈનિકો ભીરૂ છે
નિશ્ચય અડગની સામે સઘળા એ પામરો છે
બદલાય પંખીઓ પણ, બદલાય ના ચબૂતરો
આ જિંદગી છે પંખી, મૃત્યુ ચબૂતરો છે
હદમાં રહીને અનહદમાં વિસ્તરી જવાનું
આખર આ જિંદગીનો વ્યાયામ એ ખરો છે
કિંજ્લ્ક વૈદ્ય
ભુજ, કચ્છ, ગુજરાત, ભારત
-
સાને ગુરુજીZazi.com © 2009 . All right reserved |
Comments
આ જિંદગી છે પંખી, મૃત્યુ ચબૂતરો છે...
khub saras