આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
એક બીજાને ખંજવાળવું, નવું નથી
વર્તનમાં વાનરનું આવવું, નવું નથી
આ તારી રીત રસમો સાવ કુદરતી
આગ લગાડી ઓલવવું, નવું નથી છે
રસ્તો સાંકડો ને અબજો દરવાજા
આ શ્વાસનું બોણી માંગવું, નવું નથી
યાદ છે ચકલીનું રેતમાં આળોટવું?
વાત સાચી ને ગપ હાંકવું, નવું નથી
જુવો “ઝાઝી” આ લાગણીની ખૂબી
તાણા વાણા મહી રહેવું નવું નથી
-
શ્રી.અરવિન્દZazi.com © 2009 . All right reserved |
Comments
શૈશવના હોય સંભારણા કશું નવુ નથી..
યૌવનના હોય શમણાંઓ કશું નવું નથી..
કવિની કલ્પનાની પીંછી કશું નવુ નથી..
બને રંગીન માસ્ટર પીસ કશું નવું નથી..
વાપરો પેનની તલવાર શુ સાચે નવુ નથી..??