આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
એ રીત આરઝુનુઁ થયુઁ, કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.
ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ,કેવુઁ વચન હતુઁ.
સૂચક છે વાત એનો ખુલાસો ન માગશો,
કોના વિચારે એમનુઁ,હસતુઁ વદન હતુઁ
એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.
ઉઁચા સદનની ધૂળમાં અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.
જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.
ભટકી રહી તારી નજર દૂર કયાઁ “વફા”
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ.
ઓન્ટોરીઓ , કેનેડા
-
પ્રેમચંદZazi.com © 2009 . All right reserved |
Read more...