આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મને હવે કશુ નથી ગમતું.
શું નથી ગમતું?
યાર કનુભાઇ કશુ નથી ગમતું? તમે ગુજરાતી શબ્દ કશું સાંભળયો નથી?
યાર જયસુખ એવુ ના બને? કંઇકતો ગમે ગમે ને ગમેજ?
બોલ એશ ગમે છે ને?
તેલ લેવા ગઇ એશ યાર, કહુ છુ કશુ નથી ગમતુ તો એશની કયાં.....છો?
ભાઇ એ તો પરણી ગઇ ને મહીના વરસ થઇ જશે?
યાર કનુભાઇ , દયા કરો યાર.
ઓકે જયસુખ, બોલ તને કશુ કેમ નથી ગમતું?
યાર તમે જીવતા માણસની કિંમતનથી.
લગભગ સવારના નવ વાગ્યા હશે. શનીવાર હતો અને એ મજાનો દિવસ હતો, અઠવાડીયના સતત વરસાદ પછી આજે સરસ મજાનો ઉઘાડ નીકળીને આવ્યો હતો. પણ જેના પડોશી કનુભાઇ અને જયસુખ હોય અને જેમને લોકલાગણી જેવી ગ્રંથી શરીરના કોઇ પણ ભાગમા ફૂટીના હોય તેવા માનસીક રીતે મજબૂર લોકો નો આ ફલેટ અટલે આટલા સરસ દિવસે પણ જયસુખ છાપુ વાંચવાને બહાને કનુભાઇના ઘરમાં પ્રવેશ કરી ગયો.
લકી ગણો કે અનલકી અને એ કોને ગણવા એ તમારે નકિક કરવાનું પણ કનુભાઇના આગળના રુમમાં કનુભાઇની જગ્યાએ કનુભાઇનો નફફટ છાપું વાંચતો હતો. જયસુખ ને જોઇને નફફટે એક અલગ પ્રકારનો ગળામાંથી અવાજ કાઢયો....અઅઅમમમમ.. સવાર સવારના........
તે આઇયેજને એક ના એક પડોશી છીએ. બોલો. આજ કાલના છોકરા આવાજ કરે છે. અને કનુભાઇ કયાં છે...એમની જગ્યા પર તું કેમનો બેસી ગયો.??
જુવો જયસુખ કાકા, આ મારા બાપનું ઘર છે અને મારે જયાં બેસવું હોય ત્યાં હું બેસીસ. હુ આર યુ?
ફલેટના ચેરમેન ઉપર દબાણ લાવીને હિસાબ માંગી લીધા પછી જયસુખ એની રાબેતા મુજબની લાઇફ સ્ટાઇલમા સેટ થઇગયો હતો. થોડો ઘણો ફેમશ પણ થઇ ગયો હતો. કેટલીક મહીલાઓ કે જેમને કોઇ કામકાજ નહતુ અને ટાઇમપાસ માટે લોકો ના ચોકઠા ગોઠવવાનો સાઇડ બીઝનેસ કરતા હોય તેવા બૈરા માણસો ના લીસ્ટમા જયસુખ પ્રથમ નંબરે હતો.
નફફટના મમ્મી એટલેકે કનુભાઇના ઘરવાળા રાબેતા મુજબ પોતાનુ કામ પરવારીને બાલ્કનીમા બહાર આવ્યા. ત્યાં તેમની સામે ના ઉપલા માળવાળા મંજુબેન પણ બહાર ઉભા ઉભા કે કાગડા વાસીખા ને મારા સસરાને પહોંચતુ કર કરતા ઉભા હતા.
કેમ છો મંજુ બહેન?
મજામા?
શુ કરો છો?
કાગડાને દુધમા બોળેલી પુરુ નાખુ છુ.
આજનો જો દિવસ ગણીયે તો લગભગ પાંચ દિવસથી જયસુખ કનુભાઇના ઘરે આવ્યો નહતો. કનુભાઇ ને એ આખી વાત જરા વિચિત્ર અને અકુદરતી લાગી. કેમકે જયસુખ એક એવુ પ્રાણી હતું કે જે પોતાના સુખ અને દુખ બંન્ને વહેંચીને જીવતું હતું. આમતો એનું અસ્તિત્વ એક સામાન્ય જંતુ જેવું , એટલેકે મારા જેવું હતું. ફરક માત્ર એટલોજ હતો કે મારી સાથે મારા બાળ અને માદા જંતુ છે જયારે એ મુકત જીવ છે. મારા મનના સમાધાન અને કંઇક અંશે જયસુખની ચિંતાને કારણે હું નીચે જયસુખને એના ઘરે મળવા ગયો.
-
કબીરZazi.com © 2009 . All right reserved |
![]() |