વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 35 guests and no members online

મદદ

 


 



રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

કનુભાઈ, કનુભાઈ...... સવાર સવારમાં જયસુખ બુમો પાડતો કનુભાઈના ઘરમાં ઘુસી ગયો. એક સામાન્ય અમદાવાદિની જેમ કનુભાઈ એ પગ પર લેંઘો અને ખભાપર ગંજી પહેરીને છાપું વાંચતા હતા.

જયસુખ બુમો ના પાડ.

કનુભાઈ આ મહિનાનું મોટામાં મોટું કૌભાંડ મેં પકડી પાડ્યું છે.

જયસુખ કૌભાંડ પકડવાના કામ આપણા નથી. તે આવુ કામ કર્યુંજ કેમ?? અને હવે ભારતમાં દર મહિને કૌભાંડ થાય છે?? આ નરોનું રાજ્ય છે કે રામ રાજ્ય કે મોહન રાજ્ય??

બોસ એક નાગરીક તરીકે આપણા સૌની ફરજ છે કે કૌભાંડનો પર્દાફાશ કરીએ. રાજ્યની તો એશીકીતેશી. બસ હવે અરબવાળી કરો.

જયસુખ યુ સીલી બોય, તુ નાગરીક નથી, અસામાજીક તત્વ છે, સવાર સવારમાં બાજુવાળાના ઘરમાં ઘુસી જવું યોગ્ય છે??

કનુભાઈ બસ આ દિવાલને પાડી દો, હું તમારો ઘરવાળો છું...સોરી આઈ મીન ઘરનોજ માણસ છું.

જયસુખ ભગવાને તને એક ચોક્ક્સ અવયવ આપવાનુ ભુલિ ગયા છે.

કયું અંગ?


ચલ જવાદે એ વાત ને ! કેમ તું આવ્યો બોલ??

બોસ અન્ના હજારે !!

યસ બહુ મોટું કામ કર્યું છે.

ના ના ના કનુભાઈ એ અન્ના હજારે પોતેજ મોટું કૌભાંડ છે.

એ જયસુખ , તને ભાન છે તુ શું બોલે છે. જો ઘરની બહાર આવું બોલીશ તો ટીચઈ જઈશ..

કોની તાકાત છે કે મને મારે બોસ. અન્નાએ કૌભાંડ કરવાનો જે સમય પસંદ કર્યો
એક કૌભાંડ છે.

દેશ આખો વલ્ડઁ કપ ના નશામાં હોય અને પછી આઈપીએલ ની તૈયારે કરવાની હોય ત્યારે કાકા લાંબા થઈ ને સુઈ જાય તે યોગ્ય નથી. આની પાછળ કોનો હાથ છે તેની મને ખબર છે.
જયસુખ શાંત થઈ જા.

ના કનુભાઈ, જે લોકો અન્નાને સહકાર આપતા હતા તે બધા ચાલુ મેચે સાથે બેઠા હતા, બોલો એમને ખબર હતીજ કે અન્ના શું કરવાના છે. વલ્ડઁ કપ પછી અને આઈપીએલ , આસામ,કેરલા,તામિલનાડુની ચુંટણી પહેલાજ કેમ અન્ના લાંબા થઈને સુઈ ગયા????

જયસુખ વાતમાં પોંઈન્ટ છે પણ યાર ખોટો છે.

ના મને સો ટકા લાગે છે કે અન્નાની પાછળ કોઈ ગહેરી સાજીસ છે.

જયસુખ યાર તું જે પ્રમાણે બોલે છે એ પરથી લાગે છે કે તું કોઈ ચોક્ક્સ પ્રકારના ટીવી પ્રોગ્રામ અને ચેનલો જુવે છે.

કનુભાઈ જોઈ લીધા તમેને યાર, બાવીસ બાવીસ વરસથી સાથે છો ને
તમને ખબર નથી કે મારા ઘરે ટીવી છે પણ ચેનલો નથી.

શું વાત કરે છે.?? એટલે જયસુખ આ તારું ઓરીજીનલ થિંકિંગ છે???

હાસ્તો વળી....!!!

એટલે તું મને એમ કહેવામાગે છે કે, મનમોહન સરકારે અન્નાને ચોક્કસ સમયે ધતિંગ કરવાનું કિધું??

ના બોસ વિરોધ પક્ષના લોકોએ અન્નાને ચોક્કસ સમયે આંદોલન કરવાનું કિધું. જોતા નથી, બાપુ ના “ગે” કૌભાંડ ને પણ ટપી જાય તેવી રીતે અન્નાને હિરો બનાવી દિધો.

બાપુને આ મામલે ઘસડીસ નહિં.

કનુભાઈ બાપુ તો આવશેજ, હિ ઇજ નેક્સ્ટ

જયસુખ આ “ઈજ” શું છે...

કનુભાઈએ તમને ખબર છે, વાતને ખોટી રીતે વાળશો નહિં. અન્ના એ બહુ મોટું કૌભાંડ કરી વિરોધપક્ષના હાથા બની ગયા અને ચોક્કસ સમયે આંદોલનની શરુઆત કરી. એ પુછવા જેવો પ્રશ્ન છે???

જયસુખ કોને જઈ ને પુછીએ??

કનુભાઈ ચલો આંદોલન કરીએ.

જયસુખ એમ આંદોલન ના થાય, એના માટે દિલ જોઈએ, દિમાગ જોઈએ, દામ જોઈએ

કનુભાઈ એમાનું કશું નથી આપણી પાસે, ભારતની પ્રજા બસ સ્કોર જોવા ટેવાયેલી છે, ચલો તમે મારા વિચારો પર પાણી ફેરવી નાખ્યું. આવજો.

જયસુખ તુ ઘરે જા, ઠંડો થા, આવા હજારો અન્ના આવશે ને જશે નેતા,અભિનેતા અને પરમ પુજ્યો નું રાજ યથાવત રહેશે.

--- દસ એપ્રિલ – બે હજાર અગિયાર


 

Comments  

Dharmesh
# Dharmesh 2012-01-04 13:23
બહુ જ સરસ...
Zazi.com © 2009 . All right reserved