વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 205 guests and no members online

મદદ

 


 



રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

.......અંક ત્રેવીસથી.......આગળ....

હેલો હંસીકા....

નફફટ આ કોનો ફોન છે.....કનુભાઇ પાછળ ઉભા ઉભા પ્રશ્ન પુછે છે?

હંસીકા એક મીનીટ....

બોસ....હંસીકાનો ફોન છે....ટીવીવાળી....એક નવો રીયાલીટી શો શરુ થવાનો છે....એક મીનીટ...

હાં બોલો હંસીકા...

હાં..હાં....ઓકે....વો તો મુઝે આતા હે....હાં....હાં....બાય...

તુઝે કુછ નહીં આતા....કોણ છે આ હંસીકા.....નફફટના મમ્મી એ એક ઝાપટ નફફટની બોચી પર ફટકારી દિધી....

બોલો તમારો છોકરો શું કરે છે એની તમને ખબર નથી અને મને પાછા સફફાઇ મારો છો.

જયસુખ યે હમારા નીજી મામલા હૈ....

કનુભાઇ ગુજરાતીમાં વાત કરો...

બોસ હિંદી મેં બોલો....હું હંસીકા ના રીયાલીટી શોમાં જવાનો છું??

પેલી રાખી સાવંત જેવો શો છે??? નફફટના મમ્મી બોલ્યા....

ના....નવો છે....ગલૅ ફે્રન્ડ .....ગલૅ ફ્રેન્ડ.......

તને કોઇ બોય ફ્રેન્ડ નથી છોકરીઓ તારી ભાઇબંધ થઇ જવાની...??? કનુભાઇ એ નફફટની ઠેકડી ઉડાવતા વાત કરી.

ઓ જયસુખ બસ...કનુભાઇ એ પહેલી વાર નફફટ નો પક્ષ લીધો.....પછી નફફટ સામે જોતા બોલ્યા...તુ કયારે આ બધામાં પડયો.....

બોસ, કોલેજમાંથી બાધા સાથે એપ્લાય કયુૅ તું...?

એપ્લાયની હગલી ના જોઇ હોય તો...તારા બાપ ને પુછયુ તું..??

અરે તમને પુછુ તો તમે નાજ પાડવાના હતા.....

બોલો.....તારો બાપ છું...ના પણ પાડું...

બસ છોકરાનો જીવ ના ખાવ...બચારાને પુછો તો ખરા કે હવે શું...?

હા નફફટ હવે શું?.....

બોસ મારે બોમ્બે જવાનું થશે.??

બોમ્બે નહીં....મુંબઇ બોલ...કનુભાઇ બોલ્યા....હું તારી જોડે આવી શકું એમ છું....

ના..ના....નાહોં....જયસુખ તુ અમદાવામાંજ સારો. તુ મુંબઇમાં ખોવાઇ જાય અન મારો એકનો એક છોકરો જાય....

બોલો કનુભાઇ.....છોકરો છેક હંસીકા સુધી ગયો એતો ખબર નથી ને પાછા મારી મુંબઇમાં ખોવાઇ જવાની વાત કરો છો....અભી તુમ અપનકો જાનતા નહીં હૈ .....મેં પાચ વરસ મુંબઇમેં હોકે આયા હું....

ચલ જા જા , જયસુખ ઘરે જા છાનીમાની....મુંબઇ વાળી ના જોઇ હોય તો...

નફફટ આપડે આ હંસીકા, ફંસીકા ના શો ની લમણાફોડ મુકીને ભણવામાં ધ્યાન આપો....કનુભાઇ છેલ્લે પાટલેથી નફફટના માથામાં બાઉન્સર માયોૅ......

નફફટ કા આગે કયા હોગા.....આવતે અંકે.....

ઝાઝી
બે ઓગસ્ટ બે હજાર નવ.

Zazi.com © 2009 . All right reserved