આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
શું આફત આવી છે, કોઇ ને કહેવાય નહી ને મારાથી સહેવાય નહી.
મોટો નિસાસો નાખી ને જયસુખ કનુભાઇ એ લાવેલા નવા નકકોર સોફા પર, અંતરીક્ષ માં રખડતા લોખંડના ઢેફાની માફક પડયો. તે એવો પડયો કે નવા નકકોર સોફાની સ્પ્રીંગો ની ચિસો છેક રસોડામા કામ કરતા નફફટના મમ્મી સુધી પહોંચી ગઇ....અને રસોડામાથી અવાજ આવ્યો...
નફફટ નવા સોફા પર ધીમેથી બેસ......
ઓ......આ....ના...ના... ભાભી એતો હું છું .............જયસુખ...અને બીજી પળે જયસુખ છાપુ વાંચવા માં ખોવાઇ ગયો.
અરે ભગવાન તમે જયસુખ ભાઇ જરા તો સમજો?
વાત નો દોર સંભાળતા કનુભાઇ અંદરના રુમમાંથી બહાર આવી ને જયસુખ ને કિધુ , તારા ભાભી તને કંઇ કહે છે, તેં સાંભળયું??
હેં કનુભાઇ શું??
કંઇ નહીં.
બરાબર...પણ કનુભાઇ હું એમ કહું કે આ હું , બાવો ને મંગળદાર આ ત્રણ જણા ને જો દુર કરી દઇયે ને તો દેશ નો ઉધ્ધાર થઇ જાય.
જયસુખ એ શકય નથી. કયા સમાચાર વાંચે છે તુ??
કેમ?... સમાચાર જવાદો દરેક જગ્યા એ આ ત્રણ જણા હોય છે.
જુવો ને ચેપલ,ગાંગુલી ને બસીસીઆઇ .....ભાજપ, કોંગે્રેસ ને આર એસ એસ, તમે , હું અને નફફફટ........................
બસ , મારા ઘર સુધીના જતો... ક્રિકેટ ને રાજકારણ એક જ વાત છે.
પણ આમ કેમ?
જયસુખ છાપા વાંચી ને ઉત્તેજીત ના થઇ જા.
ઉત્તેજીત....અરે યાર.. તમે પણ ......હેં....હેં.....હેં.....
જયસુખ બસ, ખોટી જગ્યા એ ના જા.
કનુભાઇ તમે બહુ રમુજી માણસ છો.
બસ જયસુખ મને આ ગમ્યું , આવી સારી સારી વાતો કરતો હોય તો.
ત્યાં તો રસોડાનું કામ પતાવી ને નફફટના મમ્મી બહાર આવ્યા.
ના તમે જયસુખભાઇ ની વાત નો જવાબ આપો.. હું બાવો ને મંગળદાસો વધી ગયા છે.
અરે તુ કયાં સવાર સવારમાં જયસુખ ને છાપરે ચટાવે છે?
ના પણ જુવોને આપણા ફલેટની વાત કરો ને... પેલો સેક્રેટરી...ચેરમેન... અને પાછળના બ્લોકવાળો પેલો શેરબજારવાળો .. જેન ી બટકી વાઇફ છે એ.......
ત્યાં જયસુખ બોલ્યો... ઓ પેલા કુસુમ બેન? અને મંગળદાસ..?
ના જયસુખભાઇ એમનો પતી ..... મુકંુન્દ....ભાઇ...
ઓ મુકંુન્દીયો.......? જયસુખે નામ નો સાચો ઉલ્લેખ કયોૅ.
પણ તને કેમ એમ લાગે છે કે એ કુસુમપતિ મંગળદાસ છે??
છે જ. હું કહુ છુ ને?
અરે તુ મલ્હારાવની માછે .. કે લોડૅ ઇરવીન છે? હું કહું છું?
જુવો મારી સાથે બરાબર વાત કરો. આ ફલેટના હિસાબ નથી મળતા ને ગોટાળા ચાલે છે.. કોઇ જગ્યા એ કશુ નવુ થતુ નથી... કચરો ત્યાંને ત્યાં હોય છે...બસ એ ત્રણ જણા બધુ અંદર અંદર ફોડી લે છે. તમને અને મને સમય નથી કે એની સાથે લમણાફોડ કરીયે. અને જયસુખભાઇ જેવા બોલી શકે પણ કરી ના શકે તો આપણે કંઇ કરવું જોઇયે.
ત્રસ્ત નફફટના મમ્મી કનુભાઇની બાજુમા બેઠા.
જયસુખ છાપુ મુકી ને કનુભાઇની સામે જોવા લાગ્યાો.
ઘરમાં શાંતિ છવાઇ ગઇ.
બરાબર એ સમયેે નફફટે ઘરમાં પ્રવેશ કયોૅ.
બોસ શુ ચાલે છે?
તુ બોલ? કયાં હતો?
પેલા મુંકુંન્દભાઇ ને ત્યાં બધા ભેગા થયા તા. ત્યાં હતો.
કેમ?
લો તમને ખબર નથી એ મંગળદાસે ઘરની લાઇટો કોમન પ્લોટમાથી લીધી તી. અને અમે ત્યાં ક્રિકેટ રમતા તો બોલ વાગ્યો લાઇટના થાંભલાને અને પેલો અડબંગ લાલીયો ભટકાયો થાભલા જોડે અને થાંભલો પડયો વાયર પર ને થઇ સોટ સક્રિટ અને એ મંગળદાસનું નવુ નકકોર ટીવી ધુમાડા કાઢવા મંડયુ...
પછી....
તે શું એ બહાર લડવા આયો ને મે અંદર જતો વાયર જોયો... બસ એના બધા ફયુસ નીકળી ગયા.
તમને ખબર છે ને , પેલો સેક્રેટરી...પેલો ચેરમેન અને એ મુકંન્દ ... હું બાવો ને મંગળસાસની ટોળકી છે....
લે નફફટ તને પણ ખબર પડી ગઇ...જયસુખ...બોલ્યો..
કાકા આખા ગામને ખબર છે ... તમારા ત્રણ સિવાય.
હા એ વાત સાચી....અને બધા હસવા લાગ્યા....
નફફટ રસોડામા જમવાનું શોધવા ગયો....નફફટના મમ્મી અંદર એની પાછળ ગયા.
રુમમાં એકાંત જણાતા કનુભાઇ એ જયસુખને પુછયું તને કેમની ખબર પડી કે એ મંગળદાસની વાઇફનું નામ કુસુમ છે.
મે કયાં કિધુ કે એનું સાચુ નામ કુસુમ છે..આ તો મને આ નામ ગમે છે તો એને આપી દિધું...
જયસુખ આંખ મારી ને નીચે જતો રહયો.
ઝાઝી
11/21/2005
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved |
Read more...