આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૨ વાડકી કાજુનો ભૂકો, ૧ (અથવા થોડી ઓછી) ખાંડ, કેસર - જો નાખવું હોય તો, વરખ
રીત
સૌ પ્રથમ એક પેણીમાં ખાંડ નાંખી ખાંડ ડૂબે તેટલું જ પાણી નાખી ગરમ કરો, ખાંડ ઓગળે ત્યારે થોડું દૂધ નાખી ખાંડનો મેલ કાઢી નાખો, ત્યાર બાદ કેસર નાખવું હોય તો. તેને ગરમ કરી થોડા દૂધમાં મેળવી ખાંડની ચાસણીમાં મીકસ કરો. ત્યાર બાદ તેમાં કાજુનો ભૂકો નાખી સતત ધીમા તાપે સતત હલાવતા રહો. ગોળી વળે એવું લાગે ત્યારે થાળી ઊંધી કરી તેના પર ઘી લગાડીને કાજુનો તૈયાર થયેલ માવો મૂકી વેલણ (ઘી લગાડી)થી ભાખરી જેવું વણી લેવું. અને પછી ચોરસ આકાર આપીને વરખ લગાડી દેવું. અને શકકરપારા જેવા કાપા પાડી દેવા. ઠંડુ પડે પછી થાળીપરથી ઉખાડી લેવું. આમા માવો હોતો નથી એટલે લાંબા સમય સુધી રાખી શકાય.
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved |
Read more...