વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 321 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.

ફરસાણ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી

૬ નંગ સફરજન, ૨૫૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ તપકીરનો લોટ, ઘી ૭૫૦ ગ્રામ, ખાંડ, ગુલાબજળ.


રીત

સફરજનને છોલી છીણી નાંખવા, છીણને વરાળથી બાફી નાંખવા. ત્યાર બાદ છીણ, માવો, લોટ આ ત્રણે ભેગું કરી ખૂબ જ મસળવું. અને નાના નાના ગુલાબજાંબુ વાળવા, ઘી મુકીને તળવા, ગુલાબી રંગના તળવા, તાપ ખૂબ ધીમો રાખવો. ખાંડની ૧ાા તારની ચાસણી બનાવવી અને તળેલા ગુલાબજાંબુ ચાચણીમાં ડુબાડુબ બધા જ તૈયાર થયા પછી ઠંડા પડે એટલે ગુલાબજળ છાંટવું. ખૂબ સ્વાદિષ્ટ પોચા અને ફરાળીવાનગી છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી

૨૦૦ ગ્રામ ઘઉંનું થૂલું, ૧૦૦ ગ્રામ મગની દાળ, આદુ, મરચાં, કોથમીર, તેલ, લીંબુ, ખાંડ, ગરમ મસાલો, તલ, લસણ.


રીત  

મગની દાળને પલાળી વાટી લો. ઘઉંના થૂલામાં તેલનું મોણ નાંખી વાટેલી મગની દાળ ભેળવો. તેમાં આદુ, મરચાં ખાંડીને નાંખો. મીઠું, મરચું, હળદર, લીંબુ, ખાંડ, તલ, ગરમ મસાલો, લસણ, વગેરે મસાલા નાંખી હલાવી વડાનો લોટ બાંધો. એક કલાક બાદ વડાં બનાવી એક પેણીમાં તેલ મૂકી તળી લો. અંદર મેથીની ભાજી નાંખીને પણ વડા બનાવી શકાય છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી   

૫૦૦ ગ્રામ મેથીની ભાજી, ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, ૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ, મીઠું, મરચું, હળદર, ધાણાં, દહીં, તેલ.

રીત   

મેથીની ભાજીને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને કોરી કરો. ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાંખી એક ચમચો તેલ નાંખો. મેથીની ભાજી, આદુ મરચાં વાટીને નાંખો, ધાણાં, મીઠું, મરચું, હળદર, દહીં નાંખી ખીરૂ તૈયાર કરો. એક પેણીમાં તેલ મૂકી એક ચમચો ગરમ તેલ ખીરામાં નાંખી હલાવી ગોળ ગોટા તળો. ગરમ ગરમ ગોટા ચટણી સાથે ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી   

૨૦૦ ગ્રામ કણકી કોરમાનો લોટ, ૧૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ, ૧૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ, મીઠું, હળદર, ખાંડ, તેલ, રાઈ, હિંગ, આદુ, મરચા, કોથમીર, દૂધી.


રીત  

કણકી કોરમાનો લોટ, ચણાનો કરકરો લોટ, ઘઉંનો કરકરો લોટ, તેમાં તેલનું મોણ નાંખો. મીઠું મરચું, હળદર ખાંડ, લીંબુ નોરસ, વાટેલા આદુ મરચાં તથા કોથમીર નાંખી દૂધીને છીણી નાંખો. બધો મસાલો ભેગો કરી. લોટ એક તપેલીમાં બંધ મૂકો. એક કલાક વરાળથી બાફો. બફાઈ ગયા પછી નાના ટૂકડા કરી. એક પેણીમાં તેલ મૂકી અજમાથી મૂઠિયાને વધારો. દૂધીની જેમ મેથીની ભાજી, પોઇ, કોબીચ, મૂળા, લૂણીની ભાજી, લીલવા વગેરેના પણ મૂઠિયાં બને છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી

૨૫૦ ગ્રામ મેેંદો, ૫૦ ગ્રામ ઘઉંનો લોટ, ૫૦ ગ્રામ ચણાનો લોટ, મીઠું, હળદર, મરીનો ભૂકો, શાહજીરૂનો ભૂકો તથા ઘી.

રીત

મેંદો, ઘઉંનો લોટ ચણાના લોટ લઈ તેમાં ઘીનું મોણ નાંખો. તેમાં મીઠું, હળદર, મરીનો ભૂકો, શાહજીરૂનો ભૂકો નાંખી કઠણ લોટ બાંધો. ઘી લઈને લોટ કેળવો. બે ત્રણ કલાક પછી નાની પુરી વણી ને ઘીમાં તળી લો. એટલે મઠરી તૈયાર. આ વાનગી ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries