આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૬ નંગ સફરજન, ૩ નંગ બટાકા, મીઠું, વાટેલાં આદુ, મરચાં કોથમરી, લીંબુ, ખાંડ તેલ પ્રમાણસર લેવું તપકીરનો લોટ ૫૦ ગ્રામ.
રીત
સફરજનને છોલી ટુકડા કરવા, બટાકા સાથે બાફી નાંખવા. બાફેલા માવામાં તપકીરનો લોટ, મીઠું, લીંબુ, ખાંડ, લીલો મસાલો નાંખી મિકસ કરી પેટીસ વાળવી અને તવીમાં ગુલાબી રંગની સાંતળવી. ગળી ચટણી સાથે આ પેટીસ ખુબ સ્વાદીષ્ટ લાગે છે. વળી આ વાનગી ફરાળ તરીકે પણ આરોગી શકાય.
સામગ્રી
૨૫૦ ગ્રામ નાની બટાકી, લીલી ચટની ૨ ચમચાં (આદુ, મરચાં અને કોથમીરની ચટણી તેમાં મીઠું અને લીંબુ નાંખવું જરૂરી છે.), ગળી ચટની ૨ ચમચાં (ગોળ અને આમલીની), ચાટ મસાલો ૧ ચમચી.
રીત
નાના બટાકાને કૂકરમાં બાફી લો. છોલી લો અને તેમાં ચપ્પાંથી કાણાં પાડી તળીલો. ઠંડી પડે પછી લીલી ચટની ગળી ચટનીમાં રગદોળી લો. ઉપરથી ચાટ મસાલો નાંખીને ડીશમાં મૂકીને પીરસો. આ વાનગી પૌષ્ટિક છે.
સામગ્રી
૨૫૦ ગ્રામ મીઠાવાળી સીંગ, ચણાનો લોટ અડધી વાડકી, મીઠું અને ચાટ મસાલો, તેલ.
રીત
ચના ચોર ગરમ ૨ ચમચા, બટાકાની વેફરનો ભૂકો ૨ ચમચા. ૧ નાનો કાંદો ઝીણો કાપેલો, બટાકા બાફેલા ૨ ચમચા ટૂકડા કરેલા, મીઠું - લીલા મરચાં અને ચાટ મસાલો સ્વાદ પ્રમાણે, કોથમીર લીલી ૧ ચમચો ઝીણી કાપેલી. લીબુંનો રસ ૨ ચમચાં.
સામગ્રી
ટામેટાં ૨૫૦ ગ્રામ, ચણાનીદાળ તળેલી ૧૦૦ ગ્રામ, કાંદા ૨ નંગ, ચાટ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે, લીબું ૧ નંગ, કોથમીર ૨ ચમચા ઝીણી કાપેલી.
રીત
ટામેટાની ગોળ સ્લાઈસ કરી પ્લેટમાં ગોઠવો. તેની ઉપર ચણાની દાળ નાંખો. ઉપરથી ચાટ મસાલો, મીઠું, લીંબુ, કાંદો નાંખો. ઉપર કોથમીર નાંખો. ખૂબ ટેસ્ટી લાગે છે.
સામગ્રી
૨૫૦ ગ્રામ મીઠાવાળી સીંગ, ચણાનો લોટ અડધી વાડકી, મીઠું અને ચાટ મસાલો, તેલ.
રીત
સૌપ્રથમ સીંગને પાણીવાળો હાથ કરી થોડી ભીની કરો. તેની ઉપર ચણાનો લોટ ભભરાવો. પેણીમાં તેલ મૂકી એક એક સીંગ છૂટી મૂકીને તળો. ઉપરથી ચાટ મસાલો નાંખી દો.
અથવા
બીજી રીત
સીંગને એક એક કરીને ચણાના લોટના જાડા ખીરામાં ભજીયાની જેમ એક એક મૂકીને તળવા. લોટમાં જ મીઠું, મરચું, મરી વગેરે નાંખી શકાય. ઉપરથી પણ સંચળ અને જીરાળુ પણ પાથરી શકાય.
-
ગુરુ રામદાસZazi.com © 2009 . All right reserved | Feed Entries |