વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 467 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



જીવન ઘડતર માટે પ્રતિકુળ સંજોગો અને સ્થળ ઉપીયોગી થઈ પડે છે. તમે જ્યાં જાઓ ત્યાં સાથે ભગવતી જગદંબા ઉપર શ્રધ્ધા-વિશ્વસ રુપી દિવ્ય સંપત્તિ અને પોતાનું વ્યક્તિત્વ લઈને જજો. તમારામાં રહેલ શ્રધ્ધા વિશ્વાસ રુપી આદિ દૈવિક શક્તિઓ અલક્ષિત રીતે તમારું રક્ષણ કરશે. તમારું જે વ્યક્તિત્વ હશે તે આધિભૌતિક રીતે રક્ષણ કરશે. અર્થાત તમારું વ્યક્તિત્વ જ તમારી સાથે સંબંધ ધરવનારા વ્યક્તિઓને તમારા પારિપાશ્ર્વિક સંયોગોને સુખરુપ કરી આપશે. આપણું ભૌતિક જીવન આપણા પ્રારબ્ધ ઉપર નિર્ભર કરે છે.

આપણે ધારીએ તે પ્રમાણે સુખ સગવડ કદાચ ન પણ માની શકે, માટે આપણું પ્રારબ્ધ આપણને ગમે તે સંયોગોમાં મુકી દે, તેને માન આપો- અને ધીરજ સાથે સહન કરો. પરંતુ તમારું આંર્તજીવન એટલે કે – આધિદૈવિક અને આધ્યાત્મિક જીવન તમારા આધીન હોવાથી- આંતર જીવન ઘડીને તૈયાર કરશો તો તમારું પ્રારબ્ધ, તમને ગમે તેવા પ્રતિકુળ સંયોગમાં કેમ ન મુકી દે? તો પણ તે સંયોગો તમારા અંત:કરણને સ્પર્શ કરી શકશે નહીં. જેથી તમો વિચલિત થયા વગર સુખશાંતિથી જીવન નિર્વાહ કરે શકશો.

આ પ્રમાણે સુદૅઢ જીવન ઘડતર માટે દિવ્ય શક્તિના આધારની અપેક્ષા રહે છે. કેવળ વાતો કરવાથી અથવાતો ગ્રંથ-પુસ્ત્કોનું અધ્યયન કરતા રહેવાથી જીવનને સુદૅઢ પણે ઘડી શકાશે નહીં. કંઈક નિત્ય નિયમિત રુપે ઉપાસના કરવાની અનિવાર્ય જરુરીયાત હોય છે. માટે હું તમને ખાસ ભલામણ કરીશ કે ગાયત્રી, બલાતિબલા અથવા શ્રી વિધા આ ત્રણે માંથી તમને જે અનુકુળ પડે તે યથાશક્તિ નિયમિત જપ કરતા રહેજો.

Zazi.com © 2009 . All right reserved