વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 128 guests and no members online

મદદ

 


 રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

Article Index


સોમવાર, તા.૨૭-૦૪-૨૦૦૯ સદા અને સવર્ત્ર સૌનું કલ્યાણ થાઓ સ્વામીશ્રી સદાશિવની ૨૭મી પૂણ્યતીથિ નિમિત્તે સ્વામીશ્રી સદાશિવ લિખિત “હુ કોણ છું?, કેમ જીવુ છું?, શું કરી રહ્યો છું?” પુસ્તકમાંથી સ્વામીજીએ આપેલ સ્વ-અલૌકિક ઓળખાણ, સ્વ-સ્થિતિ અને સ્વ-પ્રવૃત્તિનું નિર્દર્શન કરાવતા ૨૭ અવતરણો.

૧. સંવત ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭ આ ત્રણ વર્ષ દરમ્યાન અંબાજીમાં રહીને સાધના કરતો હતો, ત્યારે મને એટલે મારાં સ્થૂળ-સૂક્ષ્મ અને કારણ દેહને કેન્દ્ર કરીને કોઈ એક અલૌકિક શક્તિ સાધના કરતી હોય તેમ હું સ્પષ્ટ રીતે અનુભવ કરતો હતો, કેમકે તે વખતે મને નિમિત્ત બનાવીને જે કાંઈ સાધના થતી હતી તેમાંથી પ્રત્યક્ષ કોઈ પાસેથી સાંભળેલાં, જોયેલાં કે વાંચેલા ન હોય છતાં અદભુત પ્રકારના સાધનો મારી ઈચ્છા-અનિચ્છાની અપેક્ષા રાખ્યા વગર થયા કરતાં હતા. તથાપિ તે સાધનાકાળમાં હું એટલે કે મારી દ્રષ્ટાત્મક સ્થિતિ સતત જાગ્રત (સભાન) અવસ્થામાં હોવાથી હું તે સાધનાની પ્રતિક્રિયાસ્વરૂપ પરિણામ સાથે સારી પેઠે પરિચિત રહેતો કે જે પરિણામ મારે માટે અને બીજાઓ માટે પણ કલ્યાણકારી લાગતું હતું. તેથી હું આ અલૌકિક શક્તિની શરણાગતિ સ્વીકારીને સહેજે જે કાંઈ સાધના થાય તે થવા દેતો. (પાન ૫,૬)

૨. હું જાણતો હતો અને દરેકને કહેતો પણ હતો કે આપણી આ અલૌકિક પ્રવૃત્તિ પાછળ તે જ અલૌકિક શક્તિ કામ કરી છે કે જે મને પણ અલૌકિક અને અલક્ષિત રીતે સંચાલન કરી રહી છે. તેથી તમે કોઈ અભિમાન કરશો નહિ, પરંતુ પોતાને ભાગ્યશાળી માનો કે તમને નિમિત્ત બનાવીને મહાન અને કલ્યાણકારી કામ થઈ રહ્યું છે. (પાન ૭)

 3. દિવારાત્રી જપતપના પરિણામે પ્રાણવેગ સતત મસ્તકમાં ધક્કા મારતો હતો, જેથી હું પ્રકૃત્તિ ઉપર કાબૂ મેળવી શકતો નહોતો. ઘણી વખત ભયંકર ક્રોધ કરતો, ભયંકર રડતો અને નિખાલસ હૃદયી સાધક મળવાથી અતિશય પ્રેમ પણ કરતો હતો. આવી સ્થિતિ આવતાં પહેલાં દરેક ભાઈ બહેનને કહી રાખેલું કે મારી એક વિચિત્ર પ્રકારની સ્થિતિ આવવાની છે, જે સ્થિતિને થોડા સમય માટે નભાવી લેજો પરંતુ તેઓ મને નભાવી શક્યા નહિ. વાસ્તવિક રીતે જોતાં આને માટે તેઓ કારણ ન હતા. પરંતુ કોઈ અલૌકિક આસુરી શક્તિ કારણ હતી કે જે મને આ કલ્યાણકારી વિશ્વાત્મ ભાવનામયી પ્રવૃત્તિમાં પ્રતિરોધ કરવા માંગતી હતી. આવા વિષમ સંયોગમાં પણ હું પ્રત્યક્ષ અનુભવ કરતો કે કોઈ એક કલ્યાણકારી દૈવી શક્તિ, અલક્ષિત રીતે મારું રક્ષણ પણ કરતી હતી. આ કલ્યાણકારી દિવ્ય મહાશક્તિ ઘણી એવી ભયંકર પરિસ્થિતિમાંથી મારું રક્ષણ કરતી રહીને આજની સ્થિતિ સુધી લાવી છે કે જેનુ વર્ણન કરવા જતાં એક ઈતિહાસ બને તેમ છે. (પાન ૮)

૪. મારું શરીર એક લૌકિક દેહ હોવા છતાં આ શરીરની અંદર જે પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષો છે. તે કોષોમાં વિચિત્ર રીતે ક્રિયા-પ્રતિક્રિયા થઈ રહી છે. જેની કલ્પના પણ ન થાય, તેના વર્ણન માટે મારી પાસે ભાષા પણ નથી. આ કોષોમાં અલૌકિક એવાં પૃથક્ પૃથક્ સ્તરના આત્માઓ વિભિન્ન પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે. હું એટલે કે દ્રષ્ટારૂપે કે સાક્ષીરૂપે રહેલી ચૈતન્ય શક્તિની સાથે કોઈપણ નામ કે રૂપનો જરાપણ સંબંધ છે જ નહિ. તથાપિ નામ વગર કોઈ પણ સ્થૂળ-સૂક્ષ્મ વ્યવહાર અસંભવ હોવાથી તેને ‘શ્રી સદાશિવ’ તરીકે કહી શકાય છે. તે શક્તિરૂપ હું સતત સભાન દશામાં રહું છું, અને આંતરબાહ્ય પ્રત્યેક પ્રવૃત્તિ સાથે પરિચિત રહું છું. તથાપિ આ પ્રવૃત્તિ સાથે મારે કાંઈપણ લેવાદેવા નથી. આ પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ વિભિન્ન પ્રકારના સૂક્ષ્મ કારણ દેહધારી આત્માઓ કારણરૂપે છે. આ વિભિન્ન પ્રકારના આત્માઓમાં મૂખ્ય કે અધિપતિરૂપે એક જ આત્મા છે અને તે છે ‘ઋષિ શિરોમણી શ્રી વિરાટ્ પુરુષ, શ્રી બલાતિબલા મહાવિદ્યાના ઋષિ, દ્રષ્ટા’. (પાન ૮,૯)

૫. ઋષિઓમાં શિરોમણિ સ્વરૂપ જે ‘વિરાટ્ પુરુષ’ ઋષિ છે, તેઓ હજારો વર્ષથી ક્રિયા-ઈચ્છા-જ્ઞાન આ ત્રિવિધ શક્તિમાં સુમેળ સાધવા માટે પ્રયાસ કરતા આવ્યા છે. આજે જગતમાં જે કોઈ અદ્વૈતભાવ અને અભેદભાવને કેન્દ્ર કરીને પ્રવૃત્તિ કે પ્રયાસ ચાલે છે તે વિરાટ્ પુરુષ ઋષિની જ પરંપરા છે. આ કામ મહાન અને અસંભવ કે અસાધ્ય જેવું હોવાથી અદ્વૈતાત્મક અને અભેદાત્મક વ્યવહાર પરાયણ મનુષ્યો બહુ જ ઓછા છે, કારણ કે સમતા અને પ્રેમને મૂર્ત સ્વરૂપ આપવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રાણબળની આવશ્યકતા છે. આ પ્રાણબળની પ્રાપ્તિ માટે તપશ્ચર્યા જરૂરી છે. આવી તપશ્ચર્યા માટે દેશ કે સમાજ તરફથી ઊચિત સહયોગ મળતો નથી. (પાન ૧૦)

૬. શ્રી બલાતિબલા મહાવિદ્યા એવો એક મહામંત્ર છે કે જેના ઋષિ વિરાટ્ પુરુષ છે. આ મંત્રનું શ્રધ્ધાથી જપાનુષ્ઠાન કરતા રહેવાથી જ્ઞાનશક્તિ અને ઈચ્છાશક્તિમાં સ્વભાવતઃ વિકાસ થવા માંડે છે. તથા ક્રિયાશક્તિ એટલે પ્રાણબળમાં પણ વધારો થવા માંડે છે. જેમ જેમ આ ત્રિવિધ શક્તિમાં અભિવૃધ્ધિ થવા લાગે છે, તેમ તેમ તેનો સદુપયોગ કરવાની પણ જરૂર છે. જો તેનો સદુપયોગ કરવામાં ન આવે તો તે શક્તિત્રયની જે ક્રિયા-પ્રતિક્રિયા થાય છે તે અસહનીય નીવડે છે, ગતાનુગતિક નિયમ પ્રમાણે મોટા ભાગના સાધકો વ્યક્તિગત સુખભિલાષી હોય છે. જ્યારે આ બલાતિબલા મહામંત્રના જે ઋષિ છે તે તો સદા વિરાટ્ભાવ, વિશ્વાત્મભાવમાં ઓતપ્રોત રહે છે, જેથી જે કોઈ આ મંત્ર જપશે તે જો પોતપોતાના વિચાર અને ભાવનામાં સુધારો લાવવા માટે તૈયારી ન કરે, કેવળ વ્યક્તિગત સ્વાર્થને વળગી રહીને પોતાનો સ્વાર્થ સાધવા માટે પ્રયાસ કરશે તો તેઓ આ મંત્રશક્તિને ઝીલી કે જીરવી નહિ શકે. (પાન ૧૧)

૭. હું ઘણી વખત આ બલાતિબલા મંત્રશક્તિ વિષે કહેતો આવ્યો છું, સારી પેઠે સમજાવીને લખી ગયો છું, તથાપિ જે સમજ્યા વગર કેવળ વ્યક્તિગત સ્વાર્થને કેન્દ્ર કરીને મંત્રજપ કરતા આવ્યા છે તેઓ જ વિભ્રાંતિમાં પડીને મંત્રનિંદા કે મંત્રમાં દોષ છે, તે મલિન છે, ખરાબ છે વગેરે ચર્ચા કરતા ફરે છે, એવા અશ્રધ્ધાળુ, અવિવેકી કે અવિચારી સાધકો જ મને ઘોર અંતરાયમાં મૂકીને દુઃખી કરતા આવ્યા છે, અને આ રીતે મહાપાપના ભાગીદાર થતા રહ્યા છે. (પાન ૧૨)

૮. હું એટલે નિત્ય શુધ્ધ દ્રષ્ટા સાક્ષી ચૈતન્યસ્વરૂપ “શ્રી સદાશિવ” તથા હું એટલે આ સ્થૂળ દેહને નિમિત્ત કે માધ્યમ બનાવીને પ્રયાસ કરનાર ત્રિવિધ શક્તિસંપન્ન એવા જે વિરાટ્ પુરુષની પ્રબળ ઈચ્છા હતી કે ભારતવર્ષાન્તર્ગત ગુજરાત દેશના પાટનગર અમદાવાદની સન્નિધમાં સાબરમતી પાસે મોટેરામાં સ્થિત સદાશિવ આશ્રમમાં શ્રી બલાતિબલા મહાશક્તિ પીઠમાં એક કોટી શ્રી બલાતિબલા મહામંત્રનો સામૂહિક સ્વરૂપે જપ-અનુષ્ઠાન થાય, જેથી અનુષ્ઠાનમાં સહયોગ આપનાર ભાઈ બહેનોના ઘણાં દુષ્કૃતનો નાશ થાય તથા સાથે સાથે પ્રચુર પ્રમાણમાં બળ, વીર્ય., વિચાર બુધ્ધિ શક્તિ મેળવે અને તે દિવ્ય શક્તિ વડે વિભૂષિત થઈને ભારતનિવાસી ઘણાં એવાં ભાઈબહેનોને પણ અનેક રીતે શક્તિ-સામર્થ્યવાન બનાવે. આ પ્રમાણે દિવ્ય જ્ઞાન અને દિવ્ય શક્તિની પરંપરા ચલાવતા રહીને સ્વપરકલ્યાણ સાધના રહીને સમગ્ર વિશ્વના કલ્યાણેચ્છુ એવી વિશિષ્ટ વ્યક્તિઓને પણ કલ્યાણ માર્ગમાં સંચાલન કરે. અમુક નિષ્ઠાવાન અને નિખાલસ હૃદયી સાધક ભાઈબહેનો તન, મન, ધન વડે સહયોગ આપીને તથા અમુક ભાઈબહેનો વખતોવખત સામૂહિક જપમાં ભાગ લઈને, મંત્ર સંખ્યા વધારતા રહીને, આશ્રમના વાતાવરણની દિવ્યતામાં ઉમેરણ કરતા રહીને યથાશક્તિ સહયોગ આપી રહ્યા છે, જે માટે હું તેઓને હાર્દિક ધન્યવાદ આપું છું અને પરમ કલ્યાણમયી માં શ્રી જગદમ્બા આગળ તેઓનું અતિ શીધ્ર કલ્યાણ થાય અને તેઓને આત્મ સાક્ષાત્કાર થાય તે માટે પ્રાર્થના કરું છું. (પાન ૧૫, ૧૬)

૯. મારી એટલે વિરાટ્ પુરુષની તીવ્ર અભિલાષા હતી કે હું ગુજરાત, અમદાવાદ મોટેરા અને આશ્રમને કેન્દ્ર કરીને એક મહાન કાર્યનો આરંભ કરુ અને આશ્રમને વિશ્વવિખ્યાત તેમજ વિશ્વકલ્યાણોપયોગી બનાવું અને તે માટે મારામાં રહેલી સમગ્ર જ્ઞાનેચ્છાક્રિયાશક્તિને ખર્ચી નાખું, તેમજ ઉત્તરોત્તર દિવારાત્રિ કઠોર તપ કરતા રહીને જે કાંઈ શક્તિઓ મળે તેનો પણ આ આશ્રમમાં ઉપયોગ કરતો રહું, પરંતુ દેશ, સમાજ કે વિશેષ વ્યક્તિઓ તરફથી જે પ્રમાણે દિવ્ય સહયોગ, પ્રોત્સાહન મળવું જોઈએ તે પ્રમાણે મળતું નથી. (પાન ૧૬, ૧૭)

૧૦. આ સદાશિવ આશ્રમ અને બલાતિબલા મહાશક્તિ પીઠની પ્રતિષ્ઠા કાળથી આ જ સુધી જે ભાઈ બહેનોએ જે કાંઈ તન, મન, ધન વડે સહયોગ આપ્યો છે, આપી રહ્યા છે, તેમજ જે ભાઈબહેનો વિભિન્ન પ્રકારની જપ-તપાદિ સાધના શુદ્ધ અને સરળ હૃદયથી કરી રહ્યાં છે તેઓ મહાન સુકૃતના અધિકારી છે. તે સુકૃતનું અમોઘ ફળ આ જ જન્મમાં તેઓ ભોગવી રહ્યા છે અથવા ભોગવશે, અને અમુક પ્રકારના સુકૃતનું ફળ ભાવી જન્મમાં મેળવશે, પરંતુ કોઈપણ સંયોગમાં આ મહાન સુકૃતનું ફળ વૃથા જઈ શકે જ નહિ, તેમ નિશ્ચયપૂર્વક જાણી લેજો. (પાન ૧૭, ૧૮)

	
Zazi.com © 2009 . All right reserved