વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 212 guests and no members online

મદદ

 


 રમુજ

મારી બર્થડે કેક જોઈ? પત્નીએ પૂછયું

છે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.

ધમૅવિચાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


રામેશ્વરની પૂણ્ય ભૂમિ હિન્દી મહાસાગર અને બંગાળના ઉપસાગરનો સંગમ થાય છે. ત્યાં તામિલનાડુમાં આવેલ છે. આ દ્વીપ પર પહોંચવા માટે મદ્ભાસથી રેલ્વે અથવા ધોરી માર્ગે તિરુચાલપલ્લી અને મદુરાઈ થઈને દરિયા કિનારે આવેલ મંડપ સુધી ગયા બાદ અહીંથી સમુદ્ભ પર બાંધવામાં આવેલ આઠેક કિ.મી.નો રેલ્વે પુલ ઓળંગ્યા પછી પાપ્બન નામનું રેલ્બે જંકશન આવે છે. અહીંથી એક રેલ્વે લાઈન ઉત્તરમાં રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર ૬૬૫ કિ.મી. દુર છે.

શ્રી રામચંદ્ભજી રાવણનો વધ કર્યા બાદ સીતાજીને લઈને પાછા ભારતની ધરતી પર આવીને ગન્ધમાદન પર્વત પર પડાવ નાંખ્યો. અહીં અનેક મુનિવરો સાધના કરી રહ્યા હતાં. તેમને વંદન કરીને શ્રીરામે બ્રહ્મહત્યાના પાપમાંથી મુકિત મેળવવાનો ઉપાય પૂછયો. ત્યારે મુનિવરો કહ્યું કે હે રઘુરાજ આપ શિવલિંગની સ્થાપના કરો અને મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કરો તો જ બ્રહ્મહત્યાના પાપમાંથી મુકિત મળશે.

આથી લંકા પરના આક્રમણ પહેલાં જે સ્થળે શ્રીરામે શિવજીનું રેતીનું શિવલિંગ બનાવીને આશીર્વાદ પ્રાપ્ત કરેલા તે સ્થળે જઈને શ્રીરામે આરાધના શરૂ કરી અને કૈલાસથી શિવલિંગ તથા કાશીથી બનાવીને ઉપાસના શરૂ કરી. કૈલાસપતિ પ્રસન્ન થયા અને જયોતિ સ્વરૂપે સૌને દર્શન આપીને આશીર્વાદ આપ્યા અને સર્વ પ્રકારના પાપમાંથી મુકિત આપી ત્યારબાદ શ્રી રામચંદ્ભજીની પ્રાર્થનાને વશ થઈને ભગવાન શંકર અહીં જયોર્તિલિંગ રૂપે સ્થિત થયા. આમ આમ જયોર્તિલિંગ શ્રીરામના ઈષ્ટદેવ તરીકે રામેશ્વરના નામથી પૂજાય છે.

આ પછી શ્રીરામે હનુમાનજીએ લાવેલા ગંગાજળથી જયોર્તિલિંગ ઉપર અભિષેક કરી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કર્યો. આથી આજે પણ રામેશ્વર જયોર્તિલિંગ ઉપર ગંગાજળ ચડાવવાનો મહિમા છે. ત્યારબાદ હનુમાનજીએ કૈલાસથી લાવેલ શિવલિંગની સ્થાપના કરીને તેને હનુમહીશ્વર નામ આપીને આદેશ આપ્યો કે સવારે રામેશ્વર જયોર્તિલિંગના પૂજન પહેલાં અવશ્ય હનુમહીશ્વર મહાદેવનું પૂજન કરવું. અને આજે પણ તે મુજબ જ પુજન થાય છે.

અત્યારનું રામેશ્વરનું ભવ્ય મંદિર સત્તરમી સદીના અંતમાં સિલોનનાં (હાલનું શ્રીલંકા) રાજાએ બંધાવ્યું હતું. આ મંદિર હજાર ફૂટ લાંબુ અને છસો પચાસ ફૂટ પહોળું છે. અને ચારે દિશામાં એક એક પ્રવેશદ્વાર છે. જેની ઉપર કલાત્મક ગોપુરમ છે. સિંહદ્વાર પરનો ગોપુરમ આશરે નેવું ફૂટ ઊંચો છે. અહીંથી પ્રવેશતાં જ પ્રસિદ્ધિ પ્રદક્ષિણા માર્ગ આવે છે. જેની લંબાઈ જ ચાર હજાર ફૂટ છે. પ્રમાણમાં મોટા ઓટલા પર રામેશ્વર મંદિર આવેલ છે. તે આશરે સવાસો ફૂટ ઊંચુ છે. જેમાંથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અમુલ બળનું વરદાન આપ્યું.

આ જયોર્તિલિંગ મોટા અને કાળા પથ્થરનું ઊંચા થાળાવાળું બાણ છે. જે ખરેખર તો રેતીનો ઢગલો છે. અને તેને સોનાનો મુગટ પહેરાવેલો રાખે છે.

રામેશ્વર જયોર્તિલિંગ ઉપર શેષનાગની સપ્તમુખી ફેણનું છત્ર રહે છે. અહીં જયોર્તિલિંગ પર ગંગાજળ ચઢાવવા માટે ફી ભરવી પડે છે. તેમજ જળપાત્ર પરત કરવામાં આવતું નથી આ મંદિરની આસપાસ અસંખ્ય તીર્થસ્થાનો છે. જેમાં લક્ષ્મણતીર્થ મુખ્ય છે.

પામ્બન રેલ્વે સ્ટેશનથી બીજા અગત્યના તીર્થસ્થાન ધનુષ્કોડી જવા માટે ટ્રેઈન મળે છે. લંકા વિજય બાદ ભગવાન શ્રીરામે ભારત પાછા ફરીને વાનર સૈન્યે વિરાટ સમુદ્ભમાં પથ્થરો નાંખીને બનાવેલ સેતુબંધને પોતાના ધનુષમાંથી તીર છોડીને સમુદ્ભમાં ડુબાડી દીધો હતો. એટલે આ તીર્થ સ્થાનનું નામ ધનુષ્કોડી પડયું અહીં મુખ્ય મંદિરમાં ચાંદીનું શ્રીરામચંદ્ભજીનું ધનુષ્ય છે અને તેની ખૂબ ખૂબ પૂજા થાય છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


વૈધ્યનાથ જયોર્તિલિંગનું પ્રાચીન મંદિર મહારાષ્ટ્રમાં પરલી નદીને કાંઠે વસેલા પરલી શહેરમાં આવેલું છે. મધ્ય રેલ્વેની મનમાડ કાચીગુડા રેલ્વે લાઈન પર ઔરંગાબાદથી ૧૭૭ કિ.મી. પૂર્વમાં પરભણા રેલ્વે જંકશન આવેલુ છે. અહીંથી ૬૫ કિ. મી. રેલસ્તરે દક્ષિણમાં પરલી વૈધ્યનાથ આવેલ છે. મહારાષ્ટ્રની એસ.ટી. બસો દ્વારા પણ ત્યાં જઈ શકાય છે.

ભગવાન શંકરે વૈધ્યની ફરજ કયા સંજોગોમાં બજાવી તેની કથા મુજબ સીતા સ્વયંવરમાં શિવધનુષ ઉપાડવામાં રાવણ નિષ્ફળ જવાથી તેને એવી ઈચ્છા થઈ કે ભગવાન શંકર જો કૈલાસ છોડીને તેના મહેલમાં વાસ કરે તો પોતાની તમામ મહત્ત્વકાંક્ષાઓ પૂર્ણ થાય. આથી ભોળાનાથને પ્રસન્ન કરવા રાવણે કઠોર તપ આદર્યુ. પરંતુ આ તપની પાછળ તેનો સ્વાર્થ છુપાયેલો હોવાથી મહાદેવજી પ્રસન્ન થયા નહીં. આથી દુઃખી થયેલો રાવણ પોતાના એક પછી એક મસ્તક કાપીને યજ્ઞના અગ્નિમાં હોમવા લાગ્યો. નવ મસ્તકો હોમાઈ ગયા યાદ દસમું મસ્તક કાપવા જતો હતો ત્યાં ભોળનાથે પ્રગટ થઈને રાવણને વરદાન માંગવા કહ્યું અને તેના કપાઈ ગયેલા મસ્તકો સાંધીને જોડી દીધાં.

સ્વસ્થ થઈને રાવણે પ્રાર્થના કરી કે મારી ઈચ્છા આપને કાયમ વાસ કરવા માટે લંકા લઈ જવાની છે. ભોળાનાથે રાવણના હાથમાં જયોર્તિલિંગ મૂકયું. પણ સાથે શરત મૂકી કે આ જયોર્તિલિંગ પૃથ્વી ઉપર જે સ્થળે મૂકશે ત્યાં સ્થિત થશે અને પછી ત્યાંથી ઊઠશે નહિ.’ રાવણ જયારે તેને લઈને લંકા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં લઘુશંકા ઊભી થતાં, તેણે એક ગોવાળિયાને આ જયોર્તિલિંગ જમીન પર નહિ મૂકવાની સૂચના સાથે આપ્યું. પરંતુ જયોર્તિલિંગના ભારથી થાકીને ગોવાળિયાએ જયોર્તિલિંગને જમીન પર મૂકી દીધું. રાવણ પાછો ફર્યો ત્યારે આ જયોર્તિલિંગ ધરતી પર સ્થિત થઈ ચૂકયું હતું. રાવણે તેને ઉપાડવા બહુ પ્રયત્ન કર્યો. પણ ઉપાડી શકયો નહિ. રાવણના કપાઈ ગયેલા મસ્તકો શંકર ભગવાને જોડી આપેલાં તેથી આ જયોર્તિલિંગ વૈધ્યનાથના નામથી પૂજાય છે.

આશરે પચાસેક વિશાળ પગથિયાં ચડીને આ મંદિરના સિંહદ્વારમાં દાખલ થવાય છે. પટાંગણમાં ઊભેલો ભવ્ય દીપસ્તંભ જોવાલાયક છે. ત્યારબાદ નાનકડા દરવાજાનાં થઈને વૈધ્યનાથ મહાદેવના નિજમંદિરમાં દાખલ થવાય છે. સભામંડપની સન્મુખ ગર્ભગૃહની મધ્યમાં આશરે દોઢેક ફૂટ પહોળું અને બે સવા બે ફૂટ ઊંચું રાખોડી રંગનું કાળમીંઢ પથ્થરનું જયોર્તિલિંગ બિરાજમાન છે. ઉપરના ભાગની ગોળાઈ સામાન્ય કરતાં ઓછી છે. જયોર્તિલિંગ પર ત્રિપુંડની જગ્યાએ નાનો ખાડો છે, જે લંકાપતિ રાવણના અંગુઠાથી થયો હોવાનું કહેવાય છે.

અન્ય મત પ્રમાણે વૈધ્યનાથ જયોર્તિલિંગ બિહારમાં પટનાથી કલકત્તા જતી રેલ્વે લાઈન પર જસીદીહ રેલ્વે સ્ટેશનથી છ એક કિ.મી. દૂર આવેલ વૈધ્યનાથ ધામમાં હોવાનું માનવામાં આવે છે. પરંતુ પુરાતત્ત્વવિદોના અભિપ્રાયો મુજબ બિહારના વૈધ્યનાથ ધામ (દેવધર) કરતાં પરલી વૈધ્યનાથનું મંદિર વધારે પુરાતન હોવાનું જાણવા મળેલ છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર નજીક નર્મદા અને કાવેરી નદીનો સંગમ થાય છે. આ સ્થળે માંધાતા પર્વત ઉપર ઓમકારેશ્વર મહાદેવનું પવિત્ર જયોર્તિલિંગ આવેલ છે. આ મંદિર સોમનાથ કે ઘૃષ્ણેશ્વર જેવું ભવ્ય કે સુંદર નથી. તેમ છતાં આસમાની લીલા રંગની નર્મદાને કાંઠે લીલી વનરાજીથી સભર ઊંચા પહાડ પર બદામી રંગથી ધોળાયેલું આ મંદિર અત્યંત રમણીય અને મનોહર છે. આ સ્થળને કુદરતે અફાટ સૌંદર્યની ભેટ ધરી છે.

ઈન્દોરથી ૭૯ કિ.મી. દક્ષિણે અને ખંડવાથી ૬૦ કિ.મી. ઉત્તરે ઓમકારેશ્વર રોડ નામે નાનું રેલ્વે સ્ટેશન છે. અહીંથી ઓમકારેશ્વર યાત્રાધામ ૧૫ કિ.મી. દૂર છે. ઓમકારેશ્વર નર્મદા નદીને કિનારે વસેલું છે. બજારમાં એક રસ્તો નદી તરફ જાય છે. હોડી મારફત સામેના ટાટ પાર કરીને અથવા તો પુલ પરથી સીધા સામેના ઘાટ પર જતાં એક પગથિયાં ચડીને માંધાતા નગરના બજારમાં પહોંચાય છે. બાજુમાં જ આવેલ ઓમકારેશ્વર મંદિરમાં દાખલ થયેથી, ત્રીસેક વિશાળ પગથિયાં ચડીને વિશાળ સભા મંડપની જમણી તરફ વળવાથી ગુફા જેવા સાંકડા માર્ગમાં થઈને મંદિરના ગર્ભગૃહમાં પહોંચાય છે. એટલું નાનું અને અંધારિયું કે અહીં ચોવીસે કલાક અખંડ દીપ પ્રગટાવેલો રહે છે.

અહીં દેદીપ્યમાન ઓમકારેશ્વર મહાદેવના જયોર્તિલિંગના પાવન દર્શન થાય છે. આ જયોર્તિલિંગની વિશિષ્ટતા એ છે કે પ્રચલિત શિવલિંગ જેવા આકારને બદલે કુદરતી રીતે કરાયેલા શંકુ આકારનું કાળમીંઢ પથ્થરનું છે. બીજું આ જયોર્તિલિંગ ગર્ભગૃહની બરાબર વચ્ચે હોવાને બદલે સામેની દિવાલને અડીને આવેલું છે. આ ઉપરાંત નદીના તટથી આશરે પાચસો ફૂટની ઊંચાઈએ હોવા છતાં આ જયોર્તિલિંગમાંથી કુદરતી રીતે સતત જળધારા વહેતી રહે છે.

આની કથા કંઈક આવી છે. એક વખત નારદજી ફરતા ફરતા વિંધ્યચાલ પર્વત ઉપર ગયા. અભિમાની વિધ્યરાજના દંભયુકત સત્કારથી ક્રોધિત થઈને તેના ગર્વનું ખંડન કરવા નારદજીએ કહ્યું કે તારા શિખરની ઊંચાઈ સુમેરુ પર્વતના શિખર કરતાં ઓછી છે. આ સાંભળીને આ ન્યુનતામાંથી મુકિત પ્રાપ્ત કરવા માટે વિંધ્યરાજે ભગવાન શંકરને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યુ, અંતે શિવજીએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું કે અભિમાનરૂપી મળમાંથી શુદ્ધ થઈને હવે તું અમલ (મળ રહિત) થયો છે. અને તેની ઈચ્છા અનુસાર ભગવાન શિવ અહીં જયોર્તિલિંગ રૂપે સ્થિત થયા. આમ, વિંધ્યરાજના ઈષ્ટદેવ સમું આ જયોર્તિલિંગ ઓમકારેશ્વર કહેવાય છે. આ પર્વતનો ભૌગોલિક નકશો જોતાં ૐ જેવો આકાર બનતો હોવાથી આ સ્થળ ઓમકારેશ્વર નામથી વધુ લોકપ્રિય થયું.

શિવજી જયોર્તિલિંગ રૂપે જયાં સ્થિત થયા તે પહાડ ‘શિવપુરી’ કહેવાય છે. તેની બરાબર સામે નર્મદાના દક્ષિણ કિનારે બે પહાડો આવેલ છે. તે પૈકી ‘બ્રહ્મપુરી’ પહાડ પર બ્રહ્માજીનું મંદિર અને ‘વિષ્ણુપુરી’ પહાડ પર વિષ્ણુ મંદિર છે. ઓમકારેશ્વર મંદિરથી દોઢેક કિ.મી.ના દૂર નર્મદામાંથી કાવેરી નદી માંધાતા ખડકને લીધે જુદી પડે છે. અહીં પશુપતિનાથનું મંદિર છે. આ ઉપરાંત ચૌબીસ અવતાર નામના સ્થળે જૈન અને હિંદુ મંદિરોનો સમૂહ છે. આ સ્થળે નર્મદા તટે પૃથ્વી ઉપર સૂતેલા રાવણની મૂર્તિ દર્શનીય છે. ઓમકારેશ્વરથી ૬ કિ.મી. દૂર ૧૦મી સદીના મંદિરનો સમૂહ છે. જે સાતમાત્રા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ૯ કિ.મી. દૂર કાજલ રાણીની ગુફા દર્શનીય છે.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries