આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પોતાના પ્રિય ભકતના રક્ષણ કાજે પ્રગટેલ ભગવાન શંકર અહીં જયોર્તિલિંગ રૂપે સ્થિત થયા છે. હજારો વર્ષ પૂર્વે ડાકિની પર્વત પર જંગલમાં કર્કટી નામની રાક્ષસી એકલી રહેતી હતી. કારણ કે તેના રાક્ષસ પતિ વિરાધને ભગવાન રામે મારી નાંખ્યો હતો. એક દિવસ રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ તેની ઈચ્છા વિરુદ્ધ રહ્યો. પરિણામે ભીમાસુર નામના રાક્ષસપુત્રનો જન્મ થયો. મોટા થયા પછી ભીમાસુરને જયારે ખબર પડી કે તેના બંને પિતાને ભગવાન રામે મારી નાંખેલા ત્યારે તે અત્યંત ક્રોધિત થયો અને રામચંદ્ભજી ભગવાન વિષ્ણુના માનવ અવતાર હોવાથી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ અતુલ બળનું વરદાન આપ્યું.
વરદાનના સહારે કામરૂ દેશના મહાપ્રતાપી રાજા સુદક્ષિણને ભીમાસુરે જીતીને ડાકિનીવમાં કેદ કરીને રાખ્યો એકાંતવાસ દરમ્યાન રાજાએ ભગવાન શંકરનું પાર્થિવ લિંગ બનાવ્યું અને તેનું પૂજન કરવા લાગ્યો. ભીમાસુર અને અન્ય રાક્ષસોના ત્રાસથી વ્યાકૂળ બનીને સમગ્ર દેવગણ તથા ૠષિઓ ભગવાન શંકરને શરણે ગયા. ત્યારે મહાદેવજીએ કહ્યું કે "રાજા સુદક્ષિણને કહેજો કે મારૂં ભજન ખુબ કરે જેથી તમારૂં કાર્ય જલદી થશે અને દુષ્ટ ભીમાસૂરનો હું નાશ કરીશ." રાજા સુદક્ષિણને આ વાત બધાએ જણાવતા તેણે ખૂબ ભકિતભાવથી પુજન શરૂ કર્યું. ભીમાસુરને આ વાતની ખબર પડતાં તે ખુલ્લી તલવાર લઈને ધસી આવ્યો. ત્યારે ભકતના રક્ષણ માટે પાર્થિવ શિવલિંગમાંથી શંકરજી પ્રગટ થયા અને ભીષણ યુદ્ધને અંતે મહાદેવજીએ પોતાનું ત્રીજું લોચન ખોલીને ભીમાસૂર ઉપરાંત અન્ય રાક્ષસોને બાળીને ભસ્મ કરી નાંખ્યા. ત્યારબાદ મહારાજા સૂદક્ષિણની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને કૈલાસ પતિ અહીં જયોર્તિલિંગ રૂપે સ્થિત થયા. આમ આ જયોર્તિલિંગ "ભીમશંકર"ના નામથી પૂજાય છે.
ભીમશંકર મહાદેવનું જયોર્તિલિંગ મહારાષ્ટ્રમાં મુંબઈથી ૨૬૫ કિ.મી. પૂર્વમાં તથા પૂનાથી ૯૫ કિ.મી. વાયવ્ય ખુણામાં સહાદ્ભિ પર્વતમાળાના નયનરમ્ય પ્રદેશમાં આવેલ છે. પૂનાથી ભીમશંકર મોટર રસ્તે ૧૨૮ કી.મી. દૂર છે. ૪૨ કિ.મી. બાદ રાજગુરુનગરથી પહાડી વિસ્તાર શરૂ થાય છે. બસ સ્ટેન્ડથી સાંકડા રસ્તે ચાલતા એક દેવીમંદિર આવે છે અને અહીંથી સો દોઢસો પગથિયા ઉતર્યા બાદ મંદિરનું સિંહદ્વાર દેખાય છે આ મંદિર ગીચ જંગલની વચ્ચે આવેલું છે.
આ પ્રાચીન મંદિરની વિશિષ્ટતા એ છે કે અહીં સિંહદ્વારમાં દાખલ થતાં મંદિરની પીઠ પ્રથમ દેખાય છે. સામાન્યત સિંહદ્વાર મંદિરના ગર્ભગૃહની સન્મુખ હોય છે. મંદિરની આગળના ભાગમાં આવેલ નૃત્ય મંડપની સમીપ જ ચાંદી મઢેલા કમાડવાળું ગર્ભગૃહ છે. જેમાં ભીમશંકર મહાદેવનું ખરબચડા કાળમીંઢ પથ્થરનું એકાદ ફૂટ ઊંચું જયોર્તિલિંગ વિશાળ થાળામાં બિરાજમાન છે. અને તેની ઉપર વિશાળ જળાધારી લટકાવવામાં આવેલ છે. ગર્ભગૃહ ઘણું સાંકડું અને અંધારિયું છે. મંદિરની સામે ખુલ્લા પટાંગણમાં પથ્થરની બાંધેલી વિશાળ દીપમાળા છે.
આ વિસ્તારમાં ભગવાન શંકરે બાળી નાંખેલા રાક્ષસો ભૂત પ્રેત બનીને ભટકયા કરે છે અને બિલ્વનાં વૃક્ષના મૂળીયા ખાઈ જાય છે. તેથી અહીં બિલીપત્ર ઊગતા જ નથી. આથી ભીમશંકર જયોર્તિલિંગ પર બિલ્લપત્ર ચડતાં નથી. આ પવિત્ર સ્થળની બાજુમાં જ પ્રખ્યાત ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન છે.
-
પ્રેમચંદZazi.com © 2009 . All right reserved |
Read more...