આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
વૈધ્યનાથ જયોર્તિલિંગનું પ્રાચીન મંદિર મહારાષ્ટ્રમાં પરલી નદીને કાંઠે વસેલા પરલી શહેરમાં આવેલું છે. મધ્ય રેલ્વેની મનમાડ કાચીગુડા રેલ્વે લાઈન પર ઔરંગાબાદથી ૧૭૭ કિ.મી. પૂર્વમાં પરભણા રેલ્વે જંકશન આવેલુ છે. અહીંથી ૬૫ કિ. મી. રેલસ્તરે દક્ષિણમાં પરલી વૈધ્યનાથ આવેલ છે. મહારાષ્ટ્રની એસ.ટી. બસો દ્વારા પણ ત્યાં જઈ શકાય છે.
ભગવાન શંકરે વૈધ્યની ફરજ કયા સંજોગોમાં બજાવી તેની કથા મુજબ સીતા સ્વયંવરમાં શિવધનુષ ઉપાડવામાં રાવણ નિષ્ફળ જવાથી તેને એવી ઈચ્છા થઈ કે ભગવાન શંકર જો કૈલાસ છોડીને તેના મહેલમાં વાસ કરે તો પોતાની તમામ મહત્ત્વકાંક્ષાઓ પૂર્ણ થાય. આથી ભોળાનાથને પ્રસન્ન કરવા રાવણે કઠોર તપ આદર્યુ. પરંતુ આ તપની પાછળ તેનો સ્વાર્થ છુપાયેલો હોવાથી મહાદેવજી પ્રસન્ન થયા નહીં. આથી દુઃખી થયેલો રાવણ પોતાના એક પછી એક મસ્તક કાપીને યજ્ઞના અગ્નિમાં હોમવા લાગ્યો. નવ મસ્તકો હોમાઈ ગયા યાદ દસમું મસ્તક કાપવા જતો હતો ત્યાં ભોળનાથે પ્રગટ થઈને રાવણને વરદાન માંગવા કહ્યું અને તેના કપાઈ ગયેલા મસ્તકો સાંધીને જોડી દીધાં.
સ્વસ્થ થઈને રાવણે પ્રાર્થના કરી કે મારી ઈચ્છા આપને કાયમ વાસ કરવા માટે લંકા લઈ જવાની છે. ભોળાનાથે રાવણના હાથમાં જયોર્તિલિંગ મૂકયું. પણ સાથે શરત મૂકી કે આ જયોર્તિલિંગ પૃથ્વી ઉપર જે સ્થળે મૂકશે ત્યાં સ્થિત થશે અને પછી ત્યાંથી ઊઠશે નહિ.’ રાવણ જયારે તેને લઈને લંકા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં લઘુશંકા ઊભી થતાં, તેણે એક ગોવાળિયાને આ જયોર્તિલિંગ જમીન પર નહિ મૂકવાની સૂચના સાથે આપ્યું. પરંતુ જયોર્તિલિંગના ભારથી થાકીને ગોવાળિયાએ જયોર્તિલિંગને જમીન પર મૂકી દીધું. રાવણ પાછો ફર્યો ત્યારે આ જયોર્તિલિંગ ધરતી પર સ્થિત થઈ ચૂકયું હતું. રાવણે તેને ઉપાડવા બહુ પ્રયત્ન કર્યો. પણ ઉપાડી શકયો નહિ. રાવણના કપાઈ ગયેલા મસ્તકો શંકર ભગવાને જોડી આપેલાં તેથી આ જયોર્તિલિંગ વૈધ્યનાથના નામથી પૂજાય છે.
આશરે પચાસેક વિશાળ પગથિયાં ચડીને આ મંદિરના સિંહદ્વારમાં દાખલ થવાય છે. પટાંગણમાં ઊભેલો ભવ્ય દીપસ્તંભ જોવાલાયક છે. ત્યારબાદ નાનકડા દરવાજાનાં થઈને વૈધ્યનાથ મહાદેવના નિજમંદિરમાં દાખલ થવાય છે. સભામંડપની સન્મુખ ગર્ભગૃહની મધ્યમાં આશરે દોઢેક ફૂટ પહોળું અને બે સવા બે ફૂટ ઊંચું રાખોડી રંગનું કાળમીંઢ પથ્થરનું જયોર્તિલિંગ બિરાજમાન છે. ઉપરના ભાગની ગોળાઈ સામાન્ય કરતાં ઓછી છે. જયોર્તિલિંગ પર ત્રિપુંડની જગ્યાએ નાનો ખાડો છે, જે લંકાપતિ રાવણના અંગુઠાથી થયો હોવાનું કહેવાય છે.
અન્ય મત પ્રમાણે વૈધ્યનાથ જયોર્તિલિંગ બિહારમાં પટનાથી કલકત્તા જતી રેલ્વે લાઈન પર જસીદીહ રેલ્વે સ્ટેશનથી છ એક કિ.મી. દૂર આવેલ વૈધ્યનાથ ધામમાં હોવાનું માનવામાં આવે છે. પરંતુ પુરાતત્ત્વવિદોના અભિપ્રાયો મુજબ બિહારના વૈધ્યનાથ ધામ (દેવધર) કરતાં પરલી વૈધ્યનાથનું મંદિર વધારે પુરાતન હોવાનું જાણવા મળેલ છે.
-
રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved |
Read more...