વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 229 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી બર્થડે કેક જોઈ? પત્નીએ પૂછયું

છે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અમારા યોગ સેન્ટરમાં ગુજરાતની બહુ જાણીતી ડેરીના મેનેજીંગ ડિરેકટર યોગ શીખવા માટે આવતા હતા. એમના પ્રવચનમાં એમણે એક વાત કરી હતી, તે યાદ આવે છે. એટલે કહેવાની ઇચ્છા રોકી શકતો નથી, વકતાએ એક દલીલ કરી હતી.

વિશ્વના વિકસિત દેશોમાં ફકત ગાયનું જ દૂઘ પીવામાં આવે છે, જયારે ભારત દેશમાં માત્ર ભેંસનું દૂધ પીવામાં આવે છે. જે મારી દ્રષ્ટિએ ખોટું છે.

આ દલીલના સમર્થનમાં મહર્ષિ વાગ્ભટ્ટે રચિત આયુર્વેદના અષ્ટાંગહ્યદય નામના પુસ્તકની બીજી એક વાત જાણીને તમને આનંદ થશે. મહર્ષિ વાગ્ભટ્ટે ઉત્તમમાં ઉત્તમ દૂધ તરીકે ગાયના દૂધનું વર્ણન કર્યુ છે. પરંતુ કનિષ્ઠ દૂઘ તરીકે ભેંસના દૂધનો ઉલ્લેખ કર્યો છે. કનિષ્ઠ એટલે ત્યાગવા યોગ્ય. કનિષ્ઠ એટલે ખરાબમાં ખરાબ. કદાચ જેનો આપણા જીવનમાં પ્રવેશ પણ ના થવો જોઇએ.



તમારામાંથી જેમણે ગામડાનું જીવન નજીકથી જોયુંં છે તેમને ખબર છે કે કોઇપણ ગામમાં સામાન્ય રીતે મળસ્કે અને બપોરે બે-ત્રણ વાગ્યે, એમ બે વાર ભેંસને દોહવામાં આવે છે. પ્રક્રિયામાં સામાન્ય રીતે ભેંસના પાડીયાને સૌ પ્રથમ ભેંસનાઆંચળ સાથે વળગાડવામાં આવે છે અને થોડીવાર પછે પાડીયાને દૂર કરી ભેંસને દોહવામાં આવે છે. આજે કેટલાય ખેડુતો દુધ વધારે મેળવવાનાં લોભમાં ભેંસને હોર્મોનનું ઇન્જેકશન આપે છે. પરિણામે તરત જ ભેંસને દોહી શકાય. ભેંસને જે હોર્મોનનું ઇજેકશન આપવામાં આવે છે તે હોર્મોનનું પ્રમાણ ભેંસના દૂધમાં માનવ શરીરને જરૂરી હોર્મોન કરતાં ઘણું વધારે છે. આ વૈજ્ઞાનિક દલીલ જોતાં તમને નથી લાગતું કે આ વાત ચિંતાજનક છે ?

હાર્વે ડાયમંડ પોતાનાં પુસ્તક "Fit for Life" માં લખે છે કે દૂધનું પાચન કરનાર રેન્મન અને લેકટઝ નામના એન્ઝાઇમ, મોટાભાગના માનવશરીરમાં ત્રણ વર્ષની ઉમર પછી ઉત્પન્ન થતા નથી. એમણે એક બીજી દલીલ એ પણ કરી છે કે ગાયના દૂધમાં કેસીન નામનું તત્ત્વ માનવ દૂધ કરતાં ૩૦૦ ગણું વધારે હોય છે. ૧૦૯ વર્ષના ડૉ. નર્મન વોકર, જેમણે પોતાના પચાસ વર્ષના અભ્યાસ પછી કહયું કે થાઇરોઇડ ગ્રંથીને લગતા રોગો માટે કેસીન સૌથી વધારે જવાબદાર કારણ છે.

એટલે હું ભારપુર્વક એવો આહાર લેવા કહું છું જેમાં આર્યન પુષ્કળ પ્રમાણમાં હોય. આધુનીક વિજ્ઞાન કહે છે કે દૂધમાંથી વિટામીન બી-૧૨ મળે છે, સાચી વાત પણ એ પણ સાચી વાત કે દૂધમાંથી આર્યન નહિ બરાબર મળે છે. વળી દહિં છાશમાંથી એટલું જુ વિટામીન બી-૧૨ તો મળે જ છે. માટે જો તમે લોહી વધારવા માટે દૂધ પીતા હોવ તો તે મારી દ્રષ્ટિએ અયોગ્ય છે.

મને અનેકવાર એવો પ્રશ્ન પુછવામાં આવે છે, ખાસ કરીને મમ્મીઓ દ્વારા કે મારા દીકરાને શું ખવડાવવું જોઇએ, મારો જવાબ એક જ છે.

ગોળપાપડી સુખડી

સીંગદાણાની ચીકી

ગોળના લાડુ

દાળિયાની ચીકી ગોળની

કાજુ -બદામની ચીકી

મમરાના ગોળના લાડુ

ગઇકાલની રોટલી ભાખરીના લાડુ

બે રોટલી-ભાખરી વચ્ચે ગોળુ ઘીનું જાડૂ સ્તર રાખી સેન્ડવીચ બનાવી અથવા રોલ બનાવી આપવો

બાફેલા મગ મઠની ભેેળ

બાફેલા ચણા વટાણાની ભેળ

ભેળમાં કાંદા બટાટા, સેવ, કોપરું, લીંબુ, ટામેટાં, કોથમીર વિગેરે નાંખીને બાળકોને ગમે તેવું સુશોભન કરી આપવું

 

Zazi.com © 2009 . All right reserved