આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામાન્ય રીતે આ બાબત નવપરિણિત યુવતીને લાગુ પડે છે, પણ કેટલાક કિસ્સામાં વિવાહિત યુવતીની જીવનમાં પણ આ પ્રશ્ન આવી ચડે છે.
આછી પાતળી બીક તો દરેક છોકરીને હોય છે. જેને દૂર કરવા કોઈ વિશેષ પગલા લેવાની જરૂર નથી. જો એ બીક એટલી બધી હોય કે લગ્નબાદના મહીનાઓ સુધી પતિપત્ની એકબીજાથી નજીક ન આવી શકે તો આવી બીકનો ઇલાજ કરવો રહ્યો.
અતિશય ગભરૂ સ્ત્રીએ સીધો સેકસનો સામનો ન કરવો. પતિ સાથે ચર્ચા કર્યા બાદ તેની મદદ લેવી. અને શરૂઆત આછા, પ્રણય હળવી નિકટતા, વાતચીત વગેરેમાં કલાકો વિતાવવાથી કરવી.
તેઓએ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું. પહેલું અઠવાડિયું જનનાંગોનો સીધો સ્પર્શ ટાળવો. ત્યારબાદ એને વસ્ત્રારૂઢ અવસ્થામાં સ્પર્શવા. ત્યારબાદ જ તેનો સીધો અંગુલીસ્પર્શ કરવો.
તે પહેલા સ્ત્રીએ એકાંતમાં જાતે પોતાના જનનાંગોને અરીસામાં નિહાળવા, હળવેથી બાહ્ય રીતે સ્પર્શવા અને અંતે અંગુલિ દ્વારા પૂર્ણ હસ્તમૈથુન સંપન્ન કરવાની ક્રિયાઓ એક સ્વજાતીય વ્યાયામ ના ભાગરૂપે તબકકાવાર કરવી.
સ્ત્રીઓને પ્રથમ સમાગમમાં બ્લીડીંગ, પીડા, ગર્ભાવસ્થા, કશુંક સકળ બની જશે તો? યા નિકટતાનો ડર હોય છે. આ બધી માટે મુખ્યત્વે બિન અનુભવ, લજજા, સંકોચ, સંસ્કાર, સ્વભાવગત મર્યાદા, અણઆવડત, અણ સમજ, માહિતીનો અભાવ, ગેર સમજો, બહેનપણીઓ દ્વારા સાંભળેલ ખોટી વાતો વગેરે જવાબદાર હોય છે.
કેટલીક છોકરીઓને લગ્નબાદ જ ખબર પડે છે કે તેમનું સેકસુઅલ એવોઈડન્સ અને સેકસ ફીયર એ મનમાં છૂપી રીતે પાંગરતી ફોલિયા, ઓ.સી.ડી., એન્કઝાઈટી ડિસઓર્ડર, સ્વીઝોફેનિયા, લેસ્બીયાનિઝમ, નવજાઈનિસ્મસ, જેવી માનસિક બિમારીઓ યા અવસ્થાઓને કારણે છે. આ બધામાં મનોચિકિત્સકની મદદ જરૂરી બને છે.
પતિએ પત્નીનો જાતીય ડર કાઢવા બળપ્રયોગ કયારેય ન કરવો. એનાથી ડર વધી જઈને કાયમી થઈ જવાની શકયતા છે.
વૈજ્ઞાનિક કામસા હિત્યનું વાંચન ઉપયોગી નીવડી શકે છે. વડીલ સ્ત્રીઓની પોઝીટીવ ચચૉ પણ કામિયાબ નીવડી શકે છે.
પેઈનકીલર્સ, લ્યુબ્રીકેટીંગ જેલી, બિયશ્રી કોન્ડોમ્સ, એન્કઝીપોલીટીક દવાઓ, રીલેકસેશન એકસરસાઈઝ, બિહેવીયરલ સેકસ થેરાપી વગેરે તમામ અલગ અલગ કિસ્સાઓમાં વત્તે ઓછે અંશે ફાયદાકારક રહે છે. પણ તેનો ઉપયોગ સેકસ થેરાપીસ્ટના માર્ગદર્શન મુજબ કરવો.
જો ડરનું કારણ ભૂતકાળનો કોઈ અપપ્રસંગ યા સ્ત્રી પર થયેલ બળપ્રયોગ હોય તો કાઉન્સેલિંગ અને સાઈકોથેરાપી મદદરૂપ થાય છે.
એક કિસ્સામાં છોકરીના જબરજસ્તીથી લગ્ન થયા હતાં. તેને પતિ ગમતો જ નહોતો. હવે સ્ત્રી સેકસ માટે તૈયાર ન થાય એને ડર ન કહેવાય. એને સ્વાભાવિક અણગમો કહેવાય. આવા કિસ્સામાં સ્ત્રીની ટ્રીટમેન્ટ કે ઈલાજ અર્થહીન નીવડે છે.
સેકસ અંગે છોકરીએ ભયાવહ કલ્પનાઓ કરી હોય તો તેનું નિવારણ એ છે કે છોકરી કામક્રીડારત યુવતીના ફોટોગ્રાફ યા વિડીયો કિલપીઝ જુએ. સેકસ એ પીડાકારક નહીં બલકે આનંદપ્રદ ઘટના છે એ વાત તો જ એના ગળે ઉતરે છે. વિદેશી જાતીય પાઠયપુસ્તકોમાં સહજ રીતે ઉલ્લેખાતી આ બાબત આપણા દેશમાં કાયદાકીય રીતે બાધ્ય છે એ વાતનુ પણ ધ્યાન રાખવું જોઈએ.
પ્રેમાળ એપ્રોચ, ધીરજ, સંવાદ, અજવાળું, હળવેકથી આગળ વધવાની તૈયારી, અખૂટ પ્રેમ તથા વિશ્વાસ, સાજા થવાનું મોટીવેશન, સેકસુઅલ એકસરસાઈઝ કરવાની તૈયારી, જરૂર પડે તો દવાઓ લેવાની તૈયારી વગેરે હોય તો પ્રથમ સમાગમનો ડર નીકળી શકે છે.
-
શ્રી અરવિંદZazi.com © 2009 . All right reserved |
Read more...