આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સેકસ લાઈફમાં શરૂ શરૂમાં પાર્ટનર શરમાય તેને કાયમી શરમ-સંકોચ ન સમજશો. ઘણી છોકરીઓ થોડા મહીનાના જાતીય સંસર્ગ બાદ નિઃસંકોચ થઈ જાય છે.
છોકરાઓ પણ કયારેક શરમાળ હોઈ શકે છે.
શરમાળ પણાનું યોગ્ય નિદાન ચોકસાઈપૂર્વક જ કરજો. કેમકે ઘણીવાર પાર્ટનરને શરમના બહાના હેઠળ ભય, ડિપ્રેશન, છુપો રોષ, ઘૃણા, તિરસ્કાર, અણસમજ, અણ આવડત, ભ્રમ અથવા અણગમો હોય છે. જેના ઉપાયો અલગ છે.
શરમ ધીરે ધીરે જ જાય છે. વર્ષોની શરમ એક રાતમાં નથી ચાલી જતી. શરમ કાઢવાના હાસ્યાસ્પદ પ્રયાસોથી ઘણીવાર પાર્ટનરની શરમ વધી જાય છે.
અતિશય શરમાળપણુ એ અચૂક સમસ્યા છે કેટલીક છોકરીઓ સમજવા યા સ્વીકારવા તૈયાર નથી હોતી કે તેઓ શરમાળ છે. તેઓ વધુ જટીલ સમસ્યા ઉભી કરે છે.
જેઓ જાણે છે કે તેઓની શરમ સેકસમાં અંતરાયરૂપ છે તેઓ થોડી મદદ અને સમજાવટથી સાહજિક થઈ શકે છે.
નોર્મલ શરમ અને એબનોર્મલ શરમાળપણા વચ્ચેની રેખા બહુ પાતળી અને અવ્યાખ્યાયિત છે. તે સમયે સમયે, સ્થળે, સ્થળે સંજોગે-સંજોગે બદલાઈ શકે છે.
સેકસમાં એટલા બેશરમ ન બનવું કે જેથી પાર્ટનરે ખરેખર શરમાવુ પડે.
વધુ પડતી શરમ સેકસલાઈફમાં ઝઘડા પણ ઊભા કરે છે. એક સ્ત્રી સમાગમ વખતે આંખ મીંચી દેતી હતી. તેના પતિને એમ કે તે બીજ પુરુષ વિશે વિચારે છે. આથી તે હર્ટ થઈને ગુસ્સો કરતો. વાસ્તવમાં તે સ્ત્રી માત્ર શરમથી આંખ મીંચી દેતી હતી.
અતિ શરમાળ છોકરીઓ કયારેક ઈનહીબીટેડ સેકસ્યુઅલ ડીઝાયર, એબસન્ટ લ્યુબ્રીકેશન, વજાઈનિરમસ, ડીસ્પેચ્યુનિયા યા એનોર્ગેઝમયાથી ય પીડાતી હોય છે.
શરમ જો યોગ્ય માત્રામાં, યોગ્ય સમય પૂરતી હોય અને યોગ્ય રીતે વ્યકત થાય તો ફોરપ્લે પ્લેઝરમાં તોતિંગ વધારો કરી શકે છે. શરમ એ રતિક્રીડાનું ઘરેણુ થઈ શકે છે.
ભારતીય સ્ત્રી ઓરલ સેકસ, સહસ્નાન, સમાગમનું વર્ણન કરતી વાતો, વગેરેથી થોડું ઘણુ શરમાય છે, જે સાહજિક ગણવું.
બેઉ પાર્ટનર શરમાળ હોય તેવા કિસ્સાઓ પણ મોજૂદ છે. આવા દંપતિ ઈનફ્રીકવન્ટ સેકસ, વંધ્યત્વ, માનસિક તણાવ વગેરેનો ભોગ બની શકે છે.
-
મહાભારતZazi.com © 2009 . All right reserved |
Read more...