વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 36 guests and no members online

મદદ

 


 રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

કામ સમાગમ દરમિયાન શું શું કરવું તે અંગે ઘણું કહેવાયું છે, પણ શું શું ન કરવું તે અંગે ભાગ્યે જ કોઈએ કઈ કહ્યું છે. સમાગમ યા પ્રેમક્રિડા દરમિયાન આટલી બાબતો અવશ્ય નહીં કરવી.

નેગેટીવ ઈમોશન્સ ન દર્શાવો. જેવા કે ક્રોધ, રોષ, તિરસ્કાર, ઘૃણા, નફરત, આક્રોશ, શંકા એનાથી પાર્ટનરના કામાવેગ શુષ્ક થઈ જાય છે.

પાર્ટનરને ન ગમતી બાબતોનો ઉલ્લેખ ન કરો. જેમકે કેટલીક સ્ત્રીઓને ફોરપ્લે વખતે જ ઘરેલુ બાબતોના ખુલાસા માગવાની ટેવ હોય છે. મારા ભાઈને ત્યાં કેમ ન આવ્યા? કે ફલાણી સાડી કેમ ન અપાવી? - તેની અણગમતી ચર્ચા અમુક સ્ત્રીઓ ફોરપ્લે દરમિયાન જ ઊપાડતી હોય છે. અલબત્ત આનું કારણ પતિદેવો બાકીના સમયે તેમની વાત સાંભળતા જ નથી હોતાં, તે હોય છે.કોઈપણ ક્રિયા માટે વધુ થતું માનસિક દબાણ ન કરો. જેમકે ઓરલે સેકસ મા એનલ સેકસ. યાદ રહે કે દબાણ દ્વારા ભોગવાયેલ સેકસ પાર્ટનરને તો સંતોષ નથી જ આપતો, પણ વ્યકિતને પોતાને પણ જરૂર કરતાં ઓછો સંતોષ આપે છે.

એવોઈડ સાયલન્સ, ચૂપકીદી ટાળો. ઘણા યુગલ બોલવાનું ટાળે છે, પોતાને અનુભવાતા આનંદનું પ્રગટીકરણ ટાળે છે. તેમ કરવાથી સાથીને મળતા પોઝીટીવ ફીડબેકનું પ્રમાણ ઘટે છે. જે સરવાળે સેકસને કંટાળાજનક બનાવે છે.

ચંૂધીઓ, વરણાગીઓ વ્યકત કરવાનું રાખો. નખ વાગે છે, વાળ કરડે છે, બહુ દુખે છે જેવા વાકયો ગળી જાવ. ત્યાર બાદ સમાગમ ન કરતા હોવ તેવા પ્રસંગે તમારી આવી તકલીફોની ફરિયાદો કરી લો.

લડાઈ ઝઘડા, હોટ આર્ગ્યુમેન્ટ, આક્ષેપબાજી, ઉગ્ર બોલાચાલી, સંઘર્ષમય વાતાવરણ, અણગમતી ચર્ચાઓ ટાળો.

પોતાના આગ્રહો-અત્યાગ્રહોને પાર્ટનર પર લાદવાનું ટાળો. યાદ રાખો દરેકની જાતીય જરૂરિયાતો અત્યંત અંગત, નિજી, પોતીકી અને ભિન્ન ભિન્ન હોય છે. તેને સમજો. સામેવાળાને હદથી વધુ વાળવાનું ટાળો.

હદથી વધારે જાતને મચડવાનું ય ટાળો. જો પાર્ટનર શારીરિક પીડા આપે યા અત્યંય વિકૃત માગણી કરે તો તેને વશ થઈ જવાનું ય ટાળો.

થાકેલા હોય, બિમાર હોય, અન્ય કોઈ મોટી મુશ્કેલીમાં હોય, સમયની પાબંદી હોય, પૂરંતુ એકાંત યા પ્રાયવસીનો અભાવ હોય ત્યારે સેકસ માગવાનું ટાળો.

બેઉને જેમાં મજા ન આવતી હોય યા તમને મજા આવતી હોય પણ સાથીને મજા ન આવતી હોય એવો સેકસ સંબંધ હરગિજ ન બાંધો.

સેકસ દરમિયાન ઊભા થતાં એવોઈડેબલ ઈન્ટરપ્શન્સ (દૂર કરી શકાય એવા અવરોધો) જેવા કે ટીવી, ફોન, હિસાબ-કિતાબ, વાંચન, વિડિયો ગેમ, અન્ય રમતો, ક્રિકેટ-ટેનીસ-ફૂટબોલ, ઓફિસ વર્ક વગેરે ટાળો. એ બધું, કરવાના સમયે કરો.

સમાગમ સમયે સવિશેષ ગુટખા, સ્મોકિંગ, ડ્રિંકસ કે અન્ય વ્યસનને અવશ્ય દૂર રાખો.

Zazi.com © 2009 . All right reserved