Print
Parent Category: આરોગ્યગ્રામ
Category: મનોવિજ્ઞાન
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

વાઈબ્રેટર એ જાતીય ઉત્તેજના મેળવવા માટેનું સાધન છે. સ્ત્રી તથા પુરુષ બંને એનો ઉપયોગ કરતાં હોય છે. ‘સેકસટોયઝ’ અથવા ‘ઈરોટિકા’ પ્રચલિત આ સાધન અલગ અલગ સાઈઝ તેમજ શેઈપમાં મળે છે. ભારતમાં તેનું ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પ્રતિબંધિત હોય લોકો આ સાધન વિષે ઝાઝી જાણકારી ધરાવતા નથી. તેમ છતાં ચાઈના, તાઈવાનથી માંડીને અમેરિકન, યુરોપિયન બનાવટના વાઈબ્રેટરો ચોરી છૂપીથી ભારતની બજારોમાં ઘૂસી જાય છે. પોોનોગ્રાફીના વેચાણની સાથે જ ફૂટપાથો પર પાંગરેલી ઈમ્પોર્ટેડ સસ્તી આઈટમોના વેચાણ સાથે વાઈબ્રેટરો ખાનગીમાં વેચાય છે.

સ્ત્રીઓના ઉપયોગ માટેના વાઈબ્રેટર પુરુષના ગુપ્તાંગના આકારના હોય છે. તે નાના, મધ્યમ અને મોટા કદના હોય છે. રબર, રબર-પ્લાસ્ટિક યા પ્લાસ્ટિક-મેટલના બનેલા વાઈબ્રેટર છ-સાત ઈંચથી માંડીને બાર-ચૌદ ઈંચ લાંબા હોય છે. બહારની સરફેઈસ સ્મૂધ હોય છે. તે બેટરી ઓપરેટેડ યા ઈલેકટીસીટી ઓપરેટેડ હોય છે. તેને ઓન કરવાથી તેમાં આછાથી માંડીને જલદ કંપન ધુ્રજારી ઉત્પન્ન કરી શકાય છે. સ્ત્રીઓ તેને યોનિમાર્ગની અંદર દાખલ કરીને, આગળ-પાછળ સમાગમે જેવી મુવમેન્ટસ કરાવડાવીને આનંદ લે છે. અથવા તો ભગાંકુર ઉપર રાખીને વાઈબ્રેશન દ્વારા કામાનંદ લે છે.સ્ત્રીઓ એકલતામાં હસ્તમૈથુન માટે તે વાપરે છે. કયારેક સજાતીય સ્ત્રીઓ, પરસ્પરના હસ્તમૈથુન માટે પણ તેનો ઉપયોગ કરાવડાવે છે. પરિણિત યા લગ્નોતર સેટઅપનાં તેનો ઉપયોગ કરતાં જોવા મળી છે. સ્ત્રીઓ પુરુષો દ્વારા યા વિદેશથી આવનાર પર્યટક પાસેથી અચાનક આના વિષે પહેલીવાર જાણે છે. કયારેક બ્લ્યુ ફીલ્મમાં જોયા બાદ લોકોને આના વિષે કુતૂહલ જાગે છે. વાઈબ્રેટરથી સ્ત્રીને નેચરલ ઓર્ગેઝમ જેવો જ અનુભવ થઈ શકે છે. અથવા તો કયારેક એનાથી સહેજ જુદો અને વધુ યા ઓછો તીવ્ર અનુભવ પણ થઈ શકે છે. ‘વાઈબ્રેટર ઈન્ડયુસ્ડ ઓર્ગેઝમના’ દરેક અનુભવ અગાઉના અનુભવો જેવા જ યા સહેજ ભિન્ન પણ હોઈ શકે છે. અંગુલિ દ્વારા હસ્તુમૈથુન અને વાઈબ્રેટર દ્વારા હસ્તમૈથુન એ બે ઘટનાઓ પણ એકમેક જેવી જ યા ભિન્ન હોઈ શકે છે.

કેટલીક સ્ત્રીઓ કયારેક જ વાઈબ્રેટર વાપરે છે. તો કોઈક તેનો નિયમિત ઉપયોગ કરે છે. વિધવા, ત્યકતા, અપરિણિતા, પરમેનન્ટલી સેપરેટેડ, ટેમ્પરરીલી સેપરેડ, ડિવોર્સી, જીવનસાથી વિનાની યા તેનાથી અસંતુષ્ટ સ્ત્રીઓ વાઈબ્રેટર વાપરતી હોવાનું જણાયું છે. ભારતમાં, અલબત, બહુ ઓછી માત્રામાં વાઈબ્રેટર વપરાય છે. શહેરોમાં વસતી યુવાન ભણેલી, મોડર્ન કન્યાઓમાં વાઈબ્રેટરના વપરાશની વાતો કયાંક કયાંક સાંભળવા મળે છે.

સ્ત્રીઓએ વાઈબ્રેટર વાપરતા પહેલા તેના ભયસ્થાનો અને જોખમો જાણી લેવા જોઈએ. જે આ પ્રમાણે છે ઃ ૧. વાઈબ્રેટરનું વ્યસન થઈ શકે છે. આથી તેનો ઉપયોગ પાર્ટનરના ‘આસીસ્ટન્ટ’ તરીકે થઈ શકે, રીપ્લેસમેન્ટ તરીકે નહીં. ૨. તેનો વપરાશ કાયદાકીય રીતે બાધ્ય છે. ૩. સેકસ થેરાપી માટે કેટલાક યુગલોમાં તે ઊપયોગી થઈ શકે છે પણ તે આપના સેકસ થેરાપીસ્ટને નકકી કરવા દો. ૪. પ્લાસ્ટિકના આ સાધન ઉપર કોન્ડોમ લગાડવું જોઈએ, અને દર વખતે બદલતા રહેવું જોઈએ. ૫. ઈન્ફેકશન, ચોખ્ખાઈ, એઈડસ, એકથી વધુ સ્ત્રીઓ દ્વારા એક જ સાધનનો ઉપયોગ, બ્લીડીંગ, યોનિમાર્ગમાં ઈજા વગેરે બાબતની સવિશેષ કાળજી લેવાવી જોઈએ. ૬. લગ્નજીવન પ્રત્યે જે અભાવ-વૈરાગ્ય ઉત્પન્ન કરે યા જીવનસાથી થી દૂર લઈ જાય એવા સંજોગો નિર્માણ ન થાય એની સ્પષ્ટ કાળજી રાખવી જોઈએ. ૭. જાતીય અનિચ્છા, અલ્પ યોનિસ્ત્રાવ, પરાકાષ્ટાનો અભાવ, ડીલેઈડ ઓર્ગેઝમ, સીવીયર મેઈલ પ્રીમેચ્યોર ઈજેકયુલેશન, ઈનકયોરેેબલ ઈમ્પોટન્સી જેવી જાતીય બિમારીઓમાં સેકસ થેરાપીસ્ટના માર્ગદર્શન હેઠળ આનો લીમીટેડ યુઝ થઈ શકે.

મેં એક યુગલ એવું જોયું હતું જે લગ્ન બાદ આઠ વર્ષ સુધી સંતાન વિહોણુ હતું. વધુ તપાસ બાદ ખબર પડી કે પુરુષ એકસ્કલુઝીવલી હોમોસેકસ્યુઅલ હોવાને લીધે તેને પત્ની પ્રત્યે જરાયે આકર્ષણ નહોતું. તેમ છતાં પરસ્પરતા માનવીય વ્યહવારોથી તેઓ એકમેક પ્રત્યે લગાવ અને ચાહના ધરાવતા હતાં. પણ તેમાં સેકસની સંપૂર્ણ ગેરહાજરી હતી. સ્ત્રી જયારે લગ્નના થોડા મહીનાઓ બાદ સેકસની માંગણી કરતી થઈ તેના પતિએ જ તેને માટે વાઈબ્રેટરની વ્યવસ્થા કરી હતી. આજે ય પુરુષ સજાતીય વલણો ધરાવે છે, પણ સજાતીય સંબંધો અને સંપર્કોથી છૂટી ગયો છે. તેઓ બંને પોતાની જરૂરિયાત મુજબ હસ્તમૈથુન કરી લે છે. સેકસ સિવાયનું તેમનું જીવન સામાન્ય છે. વીર્યદાન અને આર્ટીફીશીયલ ઈનસેમીનેશન હસબન્ડ (એ.આઈ.એચ.) દ્વારા હસ્તમૈથુનથી મેળવાયેલા પતિના જ વીર્યથી તેઓને બાળક પ્રાપ્તિ થઈ છે. પત્ની મહીને એકાદ-બે વાર વાઈબ્રેટર દ્વારા સ્વતૃપ્તિ મેળવી લે છે.

પુરુષો પણ વાઈબ્રેટરનો ઉપયોગ કરતાં હોવાનું જણાય છે. ચપટા, પહોળા મસાજર પુરુષો માટે મળે છે. નેટ ઉપર સેંકડો પ્રોડકટસ ડીસ્પ્લે થાય છે. જેના અલગ અલગ સાઈઝ શેઈપ હોય છે.અલબત આ બધી મેડીકલી ટેસ્ટેડ યા એપૂ્રવ્ડ ન હોવાથી સેકસ થેરાપીસ્ટો એને કાયદેસર રીતે રેકમેન્ડ કરતાં નથી. પુરુષોમાં એબસન્ટ ઓર્ગેઝમ, એનઈજેકયુલેશન તથા ડીલેઈડ ઓર્ગેઝિમ રીસ્પોેન્સ જેવી મનોજાતીય બિમારીઓમાં વાઈબ્રેટર-મસાજર થેરાપ્યુટિકલી કામ લાગી શકે છે. તદુપરાંત જીવનસાથી ઈજાગ્રસ્ત, વૃદ્ધ, નાદુ રસ્ત, બિમાર, અશકત, જાતીય રોગ પિડીત યા અનુપલબ્ધ હોય ત્યારે પણ આવા સાધન વ્યકિતને ટેમ્પરરી સપોર્ટ આપી શકે છે. કેવળ ફેશન, દેખાદેખી યા એકસ્પરીમેન્ટેશન માટે વાઈબ્રેટર વાપરવા નહીં.