આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
*સૌ પ્રથમ તો એવું સ્વીકારવું કે તેઓને પણ પોતાની અંગત નિજી સેકસલાઇફ હોઇ શકે છે.
*ચૌદેક વર્ષ ઉપરની ઉંમરના બાળકોમાં, સમવયસ્ક નોર્મલ (નોનરીટાર્ડેડ) બાળકો જેવા જ જાતીય આવેગ જિજ્ઞાસા ઉત્કંઠા હોય છે તે વાતનો ખ્યાલ રાખવો.
*તેઓની બુદ્ધી આંક (IQ) ઓછો હોય છે, પણ તેમની કામવૃત્તિઓ અન્યો જેવી જ સતેજ હોઇ શકે છે તે સમજવું.
*નેાર્મલ બાળકો પોતાની કામવૃત્તિઓ પર સહજ સામાજીક અંકુશ રાખી શકે છે. તેઓ તેને એકાંતમાં અભિવ્યકત કરતાં સરળતાથી શીખી લે છે. મંદબુધ્ધિના બાળકોનુ લર્નીગ પો્રસેસ ધીમી હોવાથી તેમને આ કામ અઘરું થઇ પડે છે.
*જેને લીધે તેઓ તેમની કામવૃત્તિનૂં નિરંકુશ પ્રદર્શન કયારેક કરી બેસે છે. માતા બહેન સાથે અભદ્ર વ્યહવાર કરવો, આડોશ પાડોશ ની સ્ત્રીઓ સાથે અસભ્ય કામવર્તન કરવૂં અન્યો સમક્ષ હસ્તમૈથુન કરવૂં, જનનાંગો ઇરાદસહિત કે નિર્હેતુક એકઝપોઝ કરવા, જેવી હરકતો વાલીઓને શરમ સંકોચમાં મૂકી દઇ શકે છે.
*આવા વખતે તેમની સાથે હઠાગ્રહી રોષપુર્ણ, ગુસ્સાભર્યુ વર્તન કરવાને બદલે શાંતીથી તેમને સમજાવવા ઘટે.યાદ રાખો, આપ જે વાત બે વારના પ્રયત્નોમાં શીખી શકો છો તેને શીખતાં કદાચ રીટાર્ડેડ કિશોરને બાવિસ યા બત્રીસ પ્રયત્નો જેટલી વાર પણ લાગી શકે.
*મંદબુધ્ધિના બાળકોને સેકસ ન મળવાથી જાગતી હતાશા (સેકસયુઅલ ફ્રસ્ટેશન) પણ થઇ શકે છે. આથી તેઓ બમણી આવેશાત્મકતા (ઇમ્પલસીવીટી) પુર્વક વર્તી શકે છે. તેમની અલપબુદ્ધિને લીધે તેઓ અન્ય ફ્રસ્ટેશન્સની જેમ સેકસ્યુઅલ ફ્રસ્ટેશન પણ યોગ્ય રીતે હેન્ડલ કરવામાં નિષ્ફળ જઇ શકે છે.
*વાલીઓને તરુણોવસ્થાની ર્નોમલ સેકસ્યુઆલીટીનો ખ્યાલ હોવો જોઇએ, તો જ તે ઓ તેમના રીટાર્ડેડ ચાઇલ્ડની સેકસ્યુઆલીટીમાં શું નોર્મલ અને શું એબનોર્મલ છે, એનો તફાવત સમજી શકશે.
*જેમકે કિશોરોમાં બાર ચૌદ વર્ષની ઉંમરે હસ્તમૈથુન, સમુહ હસ્તમૈથુન અલ્પજીવી સજાતિયતા વગેરે સંભવી શકે છે. જો તે નોર્મલ કામવિકાસના ભાગ હોય તો ખોટી ચિંતામાં પડવાને બદલે તેને સ્વસ્થતાથી સ્વીકારી લેવાવા જોઇએ.
*મંદ બુધ્ધિની તરુણીને મેન્સ્ટુઅલ સાઇકલ વિષે તેની ભાષામાં સમજ આપવી જોઇએ. જેથી સેનીટરી પેડના ડિસ્પોઝલથી માંડીને ‘પ્રી મેન્સ્ટુ અલ ટેન્શન’ સુધીની વાતોને તે યોગ્ય સમજથી ડીલ કરી શકે.
*અતિશય રીટાર્ડેડ બાળકીઓના ર્ગભાશય કઢાવી નાખવાની (હસ્ટેિરેકટોઝી) પદ્ધતી હજુ વિવાદી યા ડિબેટેબલ જ ગણાય છે.
*ર્રીટાર્ડેડ બાળકના લગ્નોએ પણ એક પેચીદો પ્રસ્ન છે. તેમ છતાં જો તેના લગ્ન લેવાય તો લગ્ન પહેલા જ કપલને સેકસ તથા આનુષાંગિક માહીતી આપવી જરુરી છે.
*મંદ બુધ્ધિના કેટલાક બાળકોને સાથે સાથે ડી પ્રેશન, બીહેવીયલ ડીસ્ટર્બન્સિસ, એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ્સ, એપીલેપ્સી, પાલ્સી જેવા પ્રોબ્લેમ્સ હોય છે. તથા તેની દવાઓ પણ ચાલતી હોય છે આ બધું ય તેની ઊભરાતી સેકસ લાઇફ ઉપર વધારાની ઊલટી અસર કરી શકે છે.
*કેટલાક બાળકોને પેરોડોકસીકલી અલ્પ કામેચ્છા પણ હોય છે, તો તેને ય સ્વીકારવી રહી.
*આ ઉપરાંત ઉત્થાનની, સ્ખલનની, સમસ્યાઓ પણ નાર્મલ માણસની જેમ જ સંભવી શકે છે. જે યોગ્ય કાઉન્સેલિંગ તથા સારવારથી દુર થઇ શકે છે.
*જરુર પડયે પરિણિત મંદબુદ્ધિના યુગલને ચિત્રો સ્લાઇડસ, વિડિયો વગેરે દ્વારા પણ જાતિય કેળવણી આપવી પડે છે.
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
Read more...