Print
Parent Category: આરોગ્યગ્રામ
Category: મનોવિજ્ઞાન
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

*સ્ત્રીે ને સમાગમની ઇચ્છા થાય, યોનિમાર્ગમાં ભીનાશ (લ્યુબ્રીકેશન)થાય સમાગમ થાય પણ અંતે મળતો પરાકાષ્ટા (સંતૃપ્તી) નો આનંદ ન મળે, તેને ઓર્ગેઝિમક ડીસ્ફંકશન અથવા એનોર્ગેઝિમિયા કહેવાય છે.

*આવું થવાના અનેક કારણો હોય છે. પુરુષ જો જલ્દી વીર્યસ્ખલન કરી દે તો સ્ત્રી તેના કામાનંદની અંતિમ ક્ષણ ચરમસીમા સુધી નથી પહોંચી શકતી, ફીમેલ એનોર્ગેઝિમિયા નું આ એક સામાન્ય કારણ છે.

*સ્ત્રીના યોનિમાર્ગ, ગર્ભાશય સર્વીકસ કે અંડાશયના રોગો, ચેપ ઇન્ફેકશન ગાંઠ પીડાજનક સમાગમ વગેરેને લીધે પણ ચરમસીમા ન આવે એવું બની શકે છે.

*માનસિક રોગો જેવા કે એન્કઝાઇટી ચિંતા તણાવ ડિપ્રેશન ઉદાસી, ઓ.સી.ડી. સાઇકોસિસ વગેરેમાં પણ અલ્પ કામેચ્છા યા નર્વસનેસને કારણે ઓર્ગેઝમ ગેરહાજર હોઇ શકે છે.*ન્યુરોલોજીકલ ડીસઓર્ડસ, ન્યુરોપથી, માયોપથી, તથા કરોડરજજુના રોગોમાં પણ ઓર્ગેઝિનક ડીસ્ટર્બન્સીસ થઇ શકે છે.

*કયારેક આમ બનવા પાછળ સાદા સીધા ટેકનિકલ યા મીકેનીકલ ક્ષતિ જેવા નાનકડા કારણો જવાબદાર હોય છે જેમકે કેટલાક યુગલોમાં શિશ્નનો યોનિપ્રવેશ જ નથી થતો પણ યુગલ સમાગમ કર્યો હોવાની ભ્રાંતિમાં રાચતું હોય છે.

*તો કયારેક ઓર્ગેઝમ આવી ગયું હોવા છતાં સ્ત્રીને સમજાતું નથી કે તે જ પરાકાષ્ટાનો આનંદ છે, આમ પરાકાષ્ટાનો અભાવ એ ખરેખર બિમારી નહિં બલકે સ્ત્રીની પોતાની અણસમજ યા ગેરસમજ હોય છે.

*આથી ઊલ્ટું કેટલીક સ્ત્રીને ખરેખર જ કલાઇમેકસ નથી અનુભવાતો, પણ જાણકારી ન હોવાને લીધે તેઓને ખબર જ નથી પડતી કે તેમને એનોર્ગેઝિમિયા છે. તેઓ સમાગમ દરમિયાન જનનંાગોની થતી

*મુવમેન્ટસને લીધે મળતા આનંદને જ અંતિમ આનંદ ધારીલે છે તો કેટલીક સ્ત્રીઓ ઓર્ગેઝમ જેવી કોઇ ચીજ હોવાની અપેક્ષા જ નથી રાખતી હોતી.

*વધુ પડતી અપેક્ષા એન્કસીયસ એન્ટીસ્ીપેશન ઓફ ઓર્ગેઝમ, દર વખતે પૂર્ણ તીવ્રતાથી કલાઇમેકસનો આનંદ અનુભવાવો જ જોઇએ એવો અત્યાગ્રહ વગેરેને લીધે પણ કલાઇમેકસ ની ગેરહાજરી સંભવી શકે છે.

*કયારેક ઓર્ગેઝમ સદંતર ગેરહાજર (એબસન્ટ ઓર્ગેસ્મિક રીસ્પોન્સ ઊર્ફે AOR) હોવાને બદલે અધૂરૂં, નબળૂં, એબોર્ટેડ, ક્ષણિક, અપર્યાપ્ત યા મોડુડી (લેઇડ) હોય છે. ઉપરોકત તમામ કારણો આ માટે જવાબદાર હોઇ શકે છે.

*મેં એવો કિસ્સો જોયો છે જેમાં સમાગમરત થયા બાદ શિશ્નના યોની પ્રવેશ બાદ યૂગલ કોઇૅટલ મૂવમેન્ટસ કરવાને બદલે ખાલી શાંત સ્થિર પડી રહી અને કલાઇમેક્ષ આપમેળે અનુભવાય તેની રાહ જોતું પડી રહયંુ હોય

*ઓર્ગેઝમ ન આવવાનું એક સર્વસાધારણ કારણ ટેકનિકલ ફોલ્ટ હોય છે. જેમકે ત્રીસેક ટકા સ્ત્રીઓ યોનીમાર્ગ દ્વારા નહીં બલકે ભગાંકુર કિલટોરિસ દ્વારા ઓર્ગેઝિમક થઇ શકે છે. તેમને જો એ રીતે મેનીપ્યુલેટ ન કરાય તો કેવળ સમાગમ તેમને ચરમસીમાનો આનંદ આપી શકતો નથી.

*અપુર્ણ યા અલ્પ પુર્વક્રીડા પણ ધણીવાર પરાકાષ્ટારહિતતાનુ કારણ બનીરહે છે.

*એનોર્ગેઝિમયા માટે આટલું કરો. સેકસ ક્રીયાનું જ્ઞાન મેળવો સ્ત્રીની સંપુર્ણ શારીરિક તપાસ કરાવો. ફોરપ્લેને દીર્ધ બનાવો, જનનાંગોને મોકળાશથી સ્પર્શો. પુરુષને સેકસનો રોગ હોય તો શોધીને ટ્રીટ કરો, સ્ત્રીને રીલેકસ થવા દો. કોઇ એન્ડોક્રાઇન કે ન્યુરોલોજીકલ રોગ હોય તો તેની સારવાર કરો.

*છેલ્લે થોડા વધારાના કારણો કેટલીક સ્ત્રી ઓ ચોકકસ વિજાતીય ફેન્ટેશી વગર ઓર્ગેઝમ નથી હાંસલ કરી શકતી કેટલીક સ્ત્રીઓના બગડેલા સંબંધોનૂં પ્રતિબીંબ તેમના એબસન્ટ ઓર્ગેઝમમાં જોવા મળેછે. અને દવાદારુનું અતિશય સેવન પણ કલાઇમેકસ ઉપર નકારાત્મક અસર પહોંચાડે છે.