Print
Parent Category: આરોગ્યગ્રામ
Category: મનોવિજ્ઞાન
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

* જે સેકસની વાતો કરે તે વધારે સેકસી અને જે સેકસની વાતો ન કરે તે નિરસ એવું માનવાની જરૂર નથી.

* દેખાવમાં જેના હાઇટ - બોડી - તંદુરસ્તી વધારે સારા હોય તેના જાતિય અંગો વધારે મોટા અને હુષ્ટ પુષ્ટ હોય એ જરૂરી નથી.

* પોતાની પત્ની સાથે સમાગમ ન કરી શકે તે પુરુષ અન્ય સ્ત્રી પ્રત્યે આકર્ષાયેલો હશે એવું ધારી લેવાની જરૂર નથી.

* આથી ઊલટું શકય છે કે અન્ય સ્ત્રીનો સંગ કરનાર પુરુષ પત્નીને પહેલા કરતાં વધારે તૃપ્ત કરતો હોય!* જ ે પત્ની સેકસની માંગણી નથી કરતી તેને સેકસની ઇચ્છા ન હશે એવું મનાવું ભૂલભરેલું છે. સામે છેડે સેકસની માંગણી કે પહેલ કરનાર વધારે કામુક હોય છે, એવું ય નથી.

* અલગ અલગ આસનો યા પોઝીશનો પ્રયોજનારા યુગલો કંઇ વધુ કામુક નથી હોતા. તેઓ વધુ ફ્રેન્ક તથા પ્રયોગશીલ જરૂર હોય છે.

* કયારેક સૌંદર્ય કરતાં લોભામણુ વતર્ન, ચેનચાળા ઇશારા, કામપ્રેરક ઇંગિતો વધારે આકર્ષણ જન્માવે છે.

* લડાઇ ઝગડા બાદ પતિ પત્ની કયારેક સેકસ ભોગવી પોતાના ઝઘડાનુુ સોલ્યુશન લાવછે.

* અલ્પવિકસિત સ્તનથી જો છોકરીને આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય તો તેણે પહેલા મનની સારવાર કરવી જોઇએ પછી સ્તનની.

* કયારેક ચહરો જોઇને વ્યકિત હોમોસેકસ્યુઅલ છે ક નહી તેનો અંદાજ નહી ં બાંધવો. ઘણીવાર એમાં મોટી ગેરસમજ થઇ શકે છે.

* મોટી મોટી જાતિય વિકૃતિઓ ધરાવતા માણસો દેખાવમાં તદન સીધા અને સાધારણ હોય શકે.

* સેકસ કર્મ કર્યા બાદ સામાન્યતા થોડા કલાકો સુધી પુરુષ સેકસમાં ઇચ્છા ગુમાવી દે છે. આ સમયગાળા ‘રીફ્રેકટરી પીરીયડ’ કહેવાય છે. પણ કયારેક આનાથી ઉલટુ બને છે અને એકવાર સેકસ માણયા બાદ બીજીવાર સેકસ માણવાની ઇચ્છા વધુ બળવત્તર બને છે.

* કોઇ એક વ્યકિત, પરિસ્થિતિ યા વાતાવરણ મનમાં સેકસનો ભાવ ઊપજાવે . . . .પણ એજ વસ્તુઓ ફરીવાર મનમાં એજ કામાકર્ષણ ન ઉપજાવે એવું ય બની શકે છે.

* માણસો અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાકના મનમાં અઠવાડિયે એકાદ વાર જ સેકસની ઉત્કંઠા જાગે છે. જયારે કેટલાક લોકો ચોવીસે કલાક મનમાં સેકસની કલ્પનાઓ રમાડયા કરતાં હોય છે.

* અમુક પુરુષોને એક સ્ત્રી સાથે વારંવાર સેકસ ભોગ્યાબાદ તેમાથી રસ ઓછો થઇ જાય છે. જયારે બહુ ઓછા પુરુષોને વારંવારના સેકસ બાદ એ જ પાત્રમાં રસ જળવાઇ રહે છે.

* સ્ત્રી પુરુષના શારીરિક બાંધા, ફીગર, વજન, ચૂસ્તી, સ્નાયુબધ્ધતા, વળાંકો કાયાની કમનીયતા ચરબીના થર વગેરે જીવનના દરેક તબકકે ( જેવાકે પ્રેગનન્સી, ડીલીવરી, બિમારીઓ, ઉંમર, રીકવરી ) બદલતા રહે છે. જે તેના બાહ્ય એપીયરન્સમાં ફેરફરો સર્જે છે.તેની અસર પાર્ટનરની કામેચ્છા ઉપર પણ પડે છે.