વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 304 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

બાળ ઉછેર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

આપણને એવું ઘણી વાર સાંભળવા મળે છે, કોઇ ચાૈદ વર્ષની તરુણી રિક્ષાવાળા સાથે ભાગી ગઇ અથવા કોઇ શાકભાજીવાળા સાથે ભાગી ગઇ. એ  જ રીતે ચાૈદપંદર વર્ષના યુવાનો સિગારેટ પીતાં કે બ્લ્યૂ ફિલ્મ જોતાં પકડાય છે. આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે.

આવી ઘટના બનવાનાં મૂળ જે તે બાળકના ઉછેરમાં જ હોય છે, એવું કહીએ તો કશું ખોટું નથી. જોકે, આવું ન બને તે માટે માબાપે કડકાઇ રાખવી જોઇએ એવું કહેનારો અને માનનારો ઐક મોટો વર્ગ છે. પરંતુ હકીકત એ છે કે કડકાઇ રાખવાથી આવા બનાવો નિવારી શકાતા નથી, એથી વિપરીત આવું બનવાની શકયતા વધી જાય છે.

કોઇ તરુણ કે તરુણી આવું પગલું ભરે એનો અર્થ એવો ઘટાવી શકાય કે એની સુખની વ્યાખ્યા અને એના ઘરના વડીલોની સુખની વ્યાખ્યા અલગ છે. પોતાના અને વડીલોના વિચાર બિલકુલ અલગ છે, એવી ગ્રંથિ બાળકના મનમાં ખૂબ નાનપણથી બંધાયેલી હોય તો જ એની પરાકાષ્ઠા પે ચાૈદ કે પંદર વર્ષની ઉંમરે તે તરુણ આવું પગલું ભરે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

જન્મે ત્યારે બાળક અબુધ અને નાસમજ હોય છે. બાળક છ મહિના, વરસ, બે વરસનું થાય તેમ તેમ નવી નવી આવડતો, નવી નવી અભિવ્યકિતઓ શીખે છે. માબાપને એનો ખૂબ આનંદ હોય એ સ્વાભાવિક છે. બાળકનો વિકાસક્રમ માબાપને મન બાળકની સિદ્ધિ જેવો હોય છે. માબાપને આનંદિત થયેલાં જોઈ બાળક પણ આનંદિત થાય છે.

પરંતુ અમુક માબાપને પોતાના બાળકની આવડતનો બીજાની આગળ પ્રદર્શન કરાવવાનો ખૂબ શોખ હોય છે. આમાં બાળકને મોટાભાગે મજા આવતી નથી હોતી, પરંતુ માબાપનો ઉત્સાહ અપાર હોય છે. બે કિસ્સાઓ દ્વારા આ વાત રજૂ કરું છું ઃ

મારા કન્સલ્ટિંગ રૂમમાં માબાપ બાળકોને બતાવવા લાવે છે. એકાદ વર્ષનું બાળક હોય તો માબાપ નીકળતી વેળા બાળકને કહે છે, "ચાલો, ડોકટર અંકલને આવજો કરો!" બાળક મૂડમાં હોય તો આવજો કહે, મૂડમાં ન હોય તો બાળક આવજો ન કરે. સમજદાર માબાપ આટલેથી અટકી જાય. અમુક માબાપને થાય, "અલ્યા તને આવજો કરતાં આવડે છે, તોય કરતો કેમ નથી?" એટલે પાંચસાત વાર બાળકને કહે "ચાલો, આવજો કરો. ચાલો, આવજો કરો" વળી કોઈ માબાપ તો લાલચ પણ આપી દે, "ચોકલેટ અપાવીશ, "ચાલો આવજો કરો" એક વર્ષના બાળક પાસે મરજી વિરુદ્ધ કશું કરાવી ન શકાય. માબાપ કંટાળે.... એમનું મોં પડી જાય, એમને થાય કે અમારા બાળકની આવડતનું પ્રદર્શન ડોકટર સામે ન કરાવી શકયાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

બાળક પોતાનું સ્વતંત્ર જીવન લઈ સંસારમાં અવતરે છે. પોતાની સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર વિચારશકિત અને અવલોકનશકિતના આધારે બાળક પોતાનો જીવનપથ કંડારવા માગે છે. માબાપ તો એને માત્ર વાતાવરણ રૂપે મળ્યાં છે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ હશે તો એમના બાળકને એ વાતાવરણની છત્રછાયામાં લાંબો સમય રહેવાનું ગમશે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ નહશે તો એમના બાળકને એ વાતાવરણમાં રૂંધાશે મૂરઝાશે, કરમાશે અને તક મળશે તો એ વાતાવરણમાંથી ભાગી છૂટશે.

માબાપને પોતાના સંતાનો પર લગાવ હોય છે. માબાપ આ કઠોર સંસારમાં રાતદિવસ જે મહેનત કરે છે, એનું મુખ્ય પે્રરકબળ એમના સંતાન અને એ સંતાનનું ભાવિ હોય છે. નાદાન સંતાનને એની જાણ પણ ન હોય, એ સ્વાભાવિક છે. રાતદિવસ સંતાન વિષે વિચારતાં મા બાપ સંતાન ઉપર ઘણી યોજનાઓ બનાવી રાખે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

છ વર્ષના એક બાળકને વોમિટની ફરિયાદ માટે મારી પાસે લાવવામાં આવ્યું. બાળકને રોજ બે-ત્રણ વોમિટ થાય. બાળકને ખવડાવો કે થોડીવારમાં વોમિટ કરી નાખે. ભૂખ્યો રહે તો કંઈ ન થાય. ખાય કે તરત જ થોડીવારમાં વોમિટ કરી નાખે.

અનેક બાળરોગ નિષ્ણાત, બાળકોના સર્જન, પેટના રોગના નિષ્ણાતોની મદદ લેવાઈ ચૂકી હતી. ત્રણ વર્ષથી આ ચક્ર ચાલતું હતું. એકસ-રે, સોનોગ્રાફી, ગેસ્ટ્રોસ્કોપી (પેટમાં નળી નાંખીને જોવુંભ, બેરિયમ સ્ટડી વગેરે બધું જ થઈ ચૂકયું હતું. કોઈ તારણ નહીં, કોઈ ફાયદો નહીં.

કોઈની સલાહથી બાળકને મારી પાસે લઈ આવનાર માબાપને વધુ અપેક્ષા ન હતી. પરંતુ હું આ અગાઉ આ જ પ્રકારની તકલીફ ધરાવતાં આઠ-દસ બાળક જોઈ ચૂકયો હતો. મારે માત્ર અમુક સવાલ પૂછીને ખાતરી કરવાની હતી.

મેં પૂછયું "બાળક પોતે જમવાની કદી ઈચ્છા કરે છે?" માતાએ કહ્યું, "ના, અમારે બળજબરીથી જમાડવો પડે છે" મેં પૂછહ્યું, "કયારથી?" માતાએ કહ્યુઢ, "એ તો પહેલેથી જ એવો છે." મંે પૂછયું, "નહીં જમે તો બારીમાંથી બહાર ફેંદી દઈશ, એવી ધમકી બાળકને કદી આપી છે?" પપ્પાએ કહ્યું, "ઘણી વાર! બાળક જમી લે તે માટે મમ્મીએ ઘર છોડીને ચાલ્યા જવાની કે ઝેર પીને મરી જવાની ધમકી પણ આપવી પડે છે." મમ્મીએ ઉમેર્યું, "આવું કરીએ તો જ જમે છે." પપ્પાએ ઉમેર્યું, "પછી થોડી જ વારમાં વોમિટ કરી નાખે છે."

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

કેટલીક વાર એવું સાંભળવા મળે છે કે અગિયાર મહિનાનું બાળક ભ ીંત સાથે માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે. જમીન પર માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે જમીન પર આળોટી ગુસ્સો પ્રગટ કરે છે ઘરની ચીજવસ્તુઓ ફેંકી દઇને ગુસ્સો પ્રગટ કરે છે.

અગિયાર મહિનાનું બાળક એક વાર નહીં પરંતુ વારંવાર ભીત સાથે માથું અફાળે એ જરા વધારે પડતું કહેવાય.

આવું કરવાનું બાળક કેવી રીતે શીખે છે? બાળક કોઇ પણ વર્તન શીખે એનાં બે પાસાં વિચારી શકાય એવું વર્તન કરવાની પદ્ધતિ બાળક કયાંથી શીખ્યું? અને એવું વર્તન કરવાની બાળકને જરુર શા માટે પડી?

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries