વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 47 guests and no members online

મદદ

 


 



રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

બાળક પર ભણતરનો ભાર વધી જાય બાળકને થોડો ચેઇન્જ મળે, થોડું મનોરંજન મળી રહે, તે માટે શાણા માણસોએ "ઇત્તરપ્રવૃતિ" વગેરેનું (એકસ્ટ્રા કરિકયુલર એકિટવિટીનું) મહત્વ માબાપને સમજાવ્યું.

આજકાલનાં માબાપ ઇત્તરપ્રવૃતિનું મહત્વ સમજે છે. પોતાનાં બાળકો નૃત્ય સંગીત, ચિત્રકામ, તરણ, જિમ્નેસ્ટિકસ, કરાટે. અન્ય સ્પોર્ટસ શી‘ે તે માટે તેઓ પ્રયાસ પણ કરે છે. તો પણ કયાંક કશુંક સમસ્યાકારક છે.

રાજવીના મમ્મીએ ડાન્સીંગ કલાસની આખા વર્ષની ફી ભરી દીધી છે, પણ રાજવી હવે પહેલા દિવસે જ કલાસમાં જવાની ના પાડે છે. અર્જૂને આ‘ું વર્ષ ચિત્રકામના વર્ગ ઉત્સાહથી ભર્યા, ચિત્રકામની પરીક્ષા માટેની ફી ભરાઇ ગઇ, હવે એ પરીક્ષા આપવાની ના પાડે છે. માબાપના આગ્રહથી સૌમ્ય સંગીત, તરણ અને ચિત્રકળા શી‘વા તો જાય છે પરંતુ એનામાં ઉત્સાહ કે આનંદવર્તાતો નથી. ઘકકા મારીને મોકલવો પડે છે. સંગીત શી‘નાર નિરાલીને કોમ્પિટિશનમાં ભાગ લેવડાવવા માટે બળજબરી કરવીપડે છે. છેલ્લા દિવસે એ પાણીમાં બેસી જાય છે.



આવું થાય છે ત્યારે માબાપ મૂંઝાય છે. બધાં જ કહે છે કે બાળકના સમતોલ વિકાસમાં ઇતર પ્રવુતિઓનું ‘ૂબ મહત્વ છે. અમુક માબાપ વિવિધ કારણોસર પોતાનાં બાળકને ઇતર પ્રવૃતિનો લાભ આપી શકતાં નથી, ત્યારે જે માબાપ પોતાનાં બાળકોને આ સવલત આપી શકે તેમ છે, તેમનાં બાળકો જો રાજવી, અર્જુન, સૌમ્ય કે નિરાલી જેવું વર્તન કરે તો તેઓ મુઝાઇ જાય છે.

કોઇ પણ પ્રકારનું શિક્ષણ, શાળાશિક્ષણ પણ બાળક માટે આનંદદાયક પ્રવૃતિ હોવી જાઇએ, એ કદાચ માબાપ ન સ્વીકારે, પરંતુ ઇત્તરપ્રવૃતિ તો સંપૂર્ણપણે મનારંજન માટે છે, એ સૌ કોઇ કબૂલશે કે પછી એ પણ ઇનામો અને પ્રતિષ્ઠા માટે છે.

ઇત્તરપ્રવૃતિ માટે બાળકને શરૂઆતથી જ મોકળાશ મળવી જોઇએ. એમાં માતાપિતા તરફથી કોઇ પણ પ્રક ારનું દબાણ કે ટેન્શન બાળક સહન ન કરી શકે. માબાપને એનો ખ્યાલ સતત રહેવો જોઇએ. બાળકને ઇતર પ્રવૃત્તિ તરફ વાળતી વખતે એમનાં રસ-રુચિનો ખ્યાલ રાખીને એમની મનગમતી પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ. માબાપની કોઈ વિશેષ ઈચ્છા હોય તો તે બાળક પર થોપી ન શકાય. બહુ બહુ તો બાળકને એ પ્રવૃત્તિમાં રસ છે કે નહીં તે ચકાસીને જ આગળ વધી શકાય.

એકસ્ટ્રા કરિકયુલર એકિટવિટીના કોઇ પણ કોર્સ શરૂ કરાવતાં પહેલાં બાળકની સંમતિ લેવી અનિવાર્ય છે. બાળકને પૂછયા વગર કોઈ કોર્સની ફી ન ભરાય. માબાપ જે પ્રવૃત્તિ કરાવવા ઈચ્છે છે તે પ્રવૃત્તિ શી છે તેનો બાળકને ઘણી વાર કોઈ અંદાજ હોતો નથી. તેથી બાળક ગંભીરપણે વિચાર્યા વગર ‘હા’ કે ‘ના’ પાડી દે છે. તેથી સાચો રસ્તો એ છે કે બાળકને તરણ શીખવવું હોય તો પહેલાં એક-બે દિવસ નામ નોંધાવ્યા વગર બાળકને સ્વિમિંગ પુલમાં લઈ જવું જોઈએ. ત્યાંના વાતાવરણથી એને પરિચિત કરાવવું જોઈએ. બાળકને પુછવું જોઈએ કે તને તરણ શીખવાનું ગમશે? તું કહે તો હી ભરી દઈએ. આ રીતે બાળકને નિર્ણય લેવાની છૂટ આપ્યા પછી કરવામાં આવેલું કાર્ય ભાગ્યે જ નિષ્ફળ નીવડે છે. કદાચ, એકાદ વાર બાળક પાછળથી ફરી જાય, પરંતુ છેવટે એમાં એ પોતાની જવાબદારી સમજે છે અને ભવિષ્યમાં વધુ સમજી વિચારી નિર્ણય લેતાં શીખે છે.
બળજબરીથી ઈતર પ્રવૃત્તિ કરાવી શકાય નહીં, બાળકને રસ હોય તે જ અને તેટલું જ કરે. ઈતર પ્રવૃત્તિ બાળકના મનોરંજન માટે છે. કોમ્પિટિશનમાં ભાગ લઈ ઈનામો મેળવી, માબાપની પ્રતિષ્ઠા વધારવા માટે બાળક ઈતરપ્રવૃત્તિમાં ભાગ લેતું નથી. બાળકની પોતાની ઈઈચ્છા હોય તો બાળક ચોકકસ સ્પર્ધામાં ભાગ લે, પરંતુ સ્પર્ધામાં ભાગ લેવા માટે બાળક પર દબાણ કરી શકાય નહીં. ઈતર પ્રવૃત્તિઓ બાબતે માબાપ માત્ર માર્ગદર્શન આપે અને નિર્ણયો બાળક પોતે જ લે, એ આદર્શ સ્થિતિ છે.

 

Zazi.com © 2009 . All right reserved