આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
બાળકો મોટાં થઈ નવો અવતાર પામતાં નથી. બાળપણમાં જે બાળક જે કંઈ શીખે છે, ગ્રહણ કરે છે, એના પુખ્ત વ્યકિતત્વનું નિર્માણ થાય છે. બાળપણમાં ઘર કરી ગયેલ દુર્વૃત્તિઓ, દુર્ગુણો સ્વભાવનો હિસ્સો બની જાય છે. વ્યકિતના વ્યકિતત્વમાંથી એના બાળપણમાં એણે કેળવણી વૃત્તિઓ સરળતાથી દૂર કરી શકાતી નથી.
તેથી જ બાળક નાનું હોય ત્યારે બાળકના દુર્ગુણો અને દુર્વૃત્તિને જાણ્યે અજાણ્યે પ્રોત્સાહન ન અપાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. બાળકનાં તોફાન, જીદ ગેરવર્તન, અસભ્યતા વગેરે ચલાવી લઈને માબાપ એ નાદાન બાળકનું મોટું અહિત કરે છે. એટલું જ નહીં, કેટલાંક કુટુંબોમાં તો બાળકને આવું કરવા માટે પ્રોત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે.
બાળક આઠ મહિનાનું થાય ત્યારથી જ આપણે ત્યાં, "ચાલ, હત્તા કરી દે!" શીખવવામાં આવે છે. બાળક મા-બાપ, દાદા-દાદી ગમે તેની ઉપર હાથ ઉપાડે છે અને બધાં ખુશ થાય છે. બાળકને હાથ ઉપાડવાનું શીખવવામાં માબાપ તો ઠીક છે, કોઈ કાકા, પિતરાઈઓ, અડોશી-પડોશી, બધાં યથાશકિત ફાળો આપે છે. બાળકને "વીરતા"ના પાઠ શીખવી આ બધાં તો છૂ થઈ જાય છે, પછી ચાર-પાંચ કે સાત વર્ષે જયારે બાળક આ વીરતાનો પ્રયોગ કરવા જાય છે ત્યારે એને માર પડે છે, ઠપકો મળે છે.
બાળકનું જે વર્તન બે કે ચાર વર્ષની ઉંમરે આપણે ચલાવી લઈએ છીએ, તે જ વર્તન આઠ વર્ષની ઉંમરે ચલાવી લેતાં નથી. બાળકને થાય છે કે આ જ પ્રકારના વર્તન માટે પહેલા મારી "વાહ-વાહ" થતી હતી, હવે ઠપકો કેમ મળે છે! બાળક મૂંઝાય છે. ખરેખર તો, બાળકના વર્તનમાં કોઈ પણ અનિચ્છનીય તત્ત્વ પ્રવેશે કે તરત માબાપે સાવચેત થઈ જવું જોઈએ. સાવચેત થવાનો મતલબ એ નથી કે બાળકને ઠપકારી નાખવું, એના પર ગુસ્સે થઈ જવું. આખી વસ્તુને બુદ્ધિપૂર્ણ શી રીતે લેવાવી જોઈએ. આપણો હેતુ શો છે? બાળકના વર્તનમાંથી એ અનિચ્છનીય તત્ત્વ દૂર કરવું. ગુસ્સે થવાથી એ હેતુ સિદ્ધ થશે? ના, તો પછી શું કરવું જોઈએ? ધૈયૅપૂર્વક બાળકને એ રીતે સમજાવવું જોઈએ કે જેથી બાળક પોતે પણ સંમત થાય.
દરેક માબાપે બાળઉછેર માટેનો સ્વીકાર-અસ્વીકારનો સિદ્ધાંત થપપરોવાલદસાિપપરોવાલધ્ બરાબર સમજી લેવો જરૂરી છે. આપણે માબાપ તરીકે જાણીએ છીએ કે શું સારું છે અને શું ખરાબ છે. બાળકને એવો ખ્યાલ હોતો નથી. બાળક જયારે કોઈ પણ વર્તન કરે, ત્યારે માબાપને એના પ્રત્યેનો પ્રતિભાવ બતાવવાની તક મળે છે. બાળકો પ્રતિભાવોને ખૂબ ધ્યાનપૂર્વક જુએ છે. પોતાનું વર્તન માબાપને ગમ્યંુ કે ન ગમ્યું તેની બાળકને ફિકર હોય છે. માબાપના પ્રતિભાવના આધારે બાળક એનું ભવિષ્યનું વર્તન ઘડે છે.
તેથી બાળક જયારે સારું વર્તન કરે, તો ચોકકસ એની પ્રશંસા કરવી જોઈએ. માબાપ બાળકની ટીકા તો તરત કરી શકે છે, પરંતુ બાળકના મોં પર બાળકની પ્રશંસા કરી શકતાં નથી. સાચા અને સારા કાર્ય માટે બાળકની અચૂક પ્રશંસા કરવી જોઈએ. એમ કરવાથી બાળકને ભવિષ્યમાં એ પ્રકારનું વર્તન ફરીથી કરવા માટે પ્રોત્સાહન મળશે.
બાળક જયારે કોઈ ખરાબ વર્તન કરે તો આંખ આડા કાન કરવા જોઈએ નહીં. જેમ ખરાબ વર્તન પ્રત્યે તરત ગુસ્સે થઈ જવું કે અકળાઈ જવું હિતાવહ નથી, તેમ બિલકુલ શાંત રહેવું કે સહન કરી લેવું પણ યોગ્ય નથી. બાળકનું અયોગ્ય કે અનુચિત વર્તન તમને ગમ્યું નથી એવો સ્પષ્ટ ઈશારો તમારા વર્તનમાંથી બાળકને મળવો જ જોઈએ. માત્ર બે મિનિટ માટે મોઢું બગાડવાથી કે બાળક સાથે વાત કરવાનું ટાળવાથી બાળકને ખ્યાલ આવી જાય છે કે મારાં બગડવાથી કે બાળક સાથે વાત કરવાનું ટાળવાથી બાળકને ખ્યાલ આવી જાય છે કે મારાં માબાપને મારું વર્તન ગમ્યું નથી.
એક-દોઢ વર્ષનાં બાળક, જેઓ ભાષા સમજી શકતાં નથી અને જેમના વર્તનને માબાપ સુધારવા માગે છે, તેઓએ આ સિદ્ધાંત બરાબર પચાવી લેવો જોઈએ. સારા વર્તન માટે અચૂક પ્રશંસા અને અનુચિત વર્તન માટે અચૂક અણગમો. આ અણગમો ફકત ક્ષણિક હોવો જોઈએ, માત્ર દેખાવ પૂરતો હોવો જોઈએ. બાળકને ભૂલનો ખ્યાલ આવે કે તરત માબાપે ફરીથી પ્રેમાળ વર્તન શરૂ કરી દેવું જોઈએ.
જોકે, આમ કરીને માબાપ પોતાની "વેલ્યુ સિસ્ટમ", ઈષ્ટ-અનિષ્ટની પોતાની વિચારસરણી બાળક પર લાદે છે. એક રીતે જોઈએ તો એ પણ બાળકની સ્વતંત્રતા પર એક રીતનું આક્રમણ જ ગણાય, પરંતુ માબાપ બાળકનાં હિતચિંતક હોવાથી આટલું આક્રમણ કદાચ માન્ય રાખી શકાય.
બાળક પોતાની રીતે પોતાની વિચારસરણી વિકસાવે એની મજા જ ઓર છે. બાળક માબાપ પાસેથી જ બધું શીખશે તો માબાપથી આગળ નહીં જઈ શકે. તેથી માબાપ મગજમાં "સુપિરિયોરિટી"-ગુરુતાનો ભાર ન હોવો જોઈએ. બાળકની ભીતર અગાધ શકયતાઓ પડેલી છે. મા બાપે રોમાંચકપૂર્વક એનું અવલોકન અને પોષણ કરવું જોઈએ. બાળકની દરેક વાતને માબાપે સ્વીકાર-અસ્વીકારના ત્રાજવે તોળવાની જરૂર નથી.
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
Read more...